સિદ્ધપુરમાં કાર-રિક્ષા અકસ્માત, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.) સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે પૂરઝડપે દોડી રહેલી અર્ટિગા કાર દ્વારા રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અર્ટિગા ગાડી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં રિક્ષામ
જૂની અદાવતને કારણે સિદ્ધપુરમાં લોખંડના પંચથી હુમલો


પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.) સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે પૂરઝડપે દોડી રહેલી અર્ટિગા કાર દ્વારા રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અર્ટિગા ગાડી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી વનાસણ ગામની 79 વર્ષીય અમરતબેન નાગજીજી ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમની આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ ઉપરાંત શરીરે અન્ય નાની-મોટી ઈજાઓ થઈ હતી. તેઓ રિક્ષામાં બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

બનાવ અંગે સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ એ.એસ.આઈ. અરવિંદ જુમાજી ચલાવી રહ્યા છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande