બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન મુક્તિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાયત્રી સેવા સંસ્થાન મહેસાણા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે “બાળ વિવાહ મુક્ત ભારત”ના સંદેશ સાથે બાળ લગ્ન મુક્તિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય
બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત બાળ લગ્ન મુક્તિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન


મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાયત્રી સેવા સંસ્થાન મહેસાણા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે “બાળ વિવાહ મુક્ત ભારત”ના સંદેશ સાથે બાળ લગ્ન મુક્તિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં બાળ લગ્ન અંગે જાગૃતિ ફેલાવવી અને કાનૂની તેમજ સામાજિક રીતે તેને અટકાવવા માટે લોકોમાં સજાગતા લાવવાનો રહ્યો છે.

કાર્યક્રમ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ, સામાજિક આગેવાનો, સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ બાળ સુરક્ષા સાથે સંકળાયેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બાળ લગ્ન કાયદેસર ગુનો છે અને તે બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય પર નકારાત્મક અસર કરે છે, તેથી તેને અટકાવવું સૌની સામૂહિક જવાબદારી છે.

બાળ લગ્ન મુક્તિ રથ જિલ્લાના વિવિધ ગામો અને શહેરી વિસ્તારોમાં જઈ લોકોને જાગૃત કરશે, પોસ્ટર, પેમ્ફલેટ અને માર્ગદર્શન દ્વારા સંદેશ પહોંચાડશે. કાર્યક્રમમાં બાળ અધિકારો, શિક્ષણનું મહત્વ અને કાનૂની જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ અભિયાન દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી બાળ લગ્ન મુક્ત સમાજની દિશામાં મજબૂત પગલું ભરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande