
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC)ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સેન્ટરની કાર્યપ્રણાલી અને કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.
કલેક્ટરે સેન્ટરમાં આવતા કેસોના પ્રકાર, સુખદ સમાધાન થયેલા કેસોની સંખ્યા તેમજ હાલ પેન્ડિંગ કેસોની માહિતી મેળવી હતી. ઉપરાંત, સેન્ટર દ્વારા સંચાલિત વિવિધ રજિસ્ટરોની પણ તપાસ કરી હતી.
આ પ્રસંગે તેમણે PBSC સેન્ટરની મહિલા કર્મચારીઓ વાણિયા પ્રિયંકાબેન બાબુભાઈ અને પરમાર અનિતાબેન જયંતિલાલ સાથે મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. DYSP પરેશ રેણુકા, રાધનપુરના નાયબ કલેક્ટર અને PI આર.કે. પટેલ સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ