ધોરણ-૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષાના સુચારૂ આયોજન માટે સંકલન બેઠક યોજાઈ
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓનું આયોજન સુચારૂ અને પારદર્શક રીતે થાય તે હેતુસર મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સંચાલકો, સંચ
ધોરણ-૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષાના સુચારૂ આયોજન માટે સંકલન બેઠક યોજાઈ


મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓનું આયોજન સુચારૂ અને પારદર્શક રીતે થાય તે હેતુસર મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સંચાલકો, સંચાલક મંડળોના પ્રતિનિધિઓ, શાળા સલામતી નોડલ અધિકારીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ તેમજ સરકારી પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન પરીક્ષા કેન્દ્રોની તૈયારીઓ, પ્રશ્નપત્રોની સુરક્ષિત હેરફેર, પરીક્ષાર્થીઓ માટેની સુવિધાઓ, સીસીટીવી દેખરેખ, પોલીસ બંદોબસ્ત તેમજ આરોગ્ય અને સલામતી વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડના અધિકારીઓ દ્વારા પરીક્ષા પ્રક્રિયા દરમિયાન નિયમોનું કડક પાલન થાય અને કોઈ અનિયમિતતા ન થાય તે માટે ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી.

ઉપરાંત, પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને પરીક્ષા કેન્દ્રોમાં સ્વચ્છતા તથા સુરક્ષા જળવાઈ રહે તે માટે સંકલિત પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી. તમામ સંકળાયેલા અધિકારીઓને જવાબદારીઓ સ્પષ્ટપણે સોંપી પરીક્ષાઓ નિષ્ઠાપૂર્વક અને વિઘ્નરહિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande