
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)જિલ્લા ભાજપ કાર્યાલય પોરબંદર “અટલ ભવન” ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્વિતીય સર સંઘચાલક જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવા, સંગઠન અને સાંસ્કૃતિક ચેતના જગાડવા માટે સમર્પિત કર્યું હતું. ગુરુજીના રાષ્ટ્રવાદ અને સમાજ ઉત્થાનના વિચારો એક સશક્ત અને પરમ વૈભવશાળી ભારત નિર્માણના માટે પ્રેરણાદાયી છે. એવા માધવરાવ સદાશિવરાવ ગોલવલકરની જન્મ જયંતી પર તેમને સ્મરાંજલી સાથે પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ ચેતનાબેન તિવારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણભાઈ ખોરાવા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ કપિલભાઈ કોટેચા અને કેતનભાઈ દાણી, શહેર ભાજપ મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, સુરેશભાઈ સિકૉત્રા, નિલેશભાઈ ખુંટી, લલિતભાઈ કોટેચા, ગિગનભાઈ બોખીરીયા, હિતેષભાઈ ઠકરાર, નરેન્દ્રસિંહ રાણા, સંજયભાઈ લોઢારી, અનિલભાઈ મોતીવરસ, દિપકભાઈ જુંગી, મોહનભાઈ ખોખરી પ્રદીપભાઈ ખોખરી, હાજર રહ્યાં
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya