મહેસાણા જિલ્લા કલેક્ટરની વિસનગર શહેર પોલીસ સ્ટેશન મુલાકાત, કાયદો-વ્યવસ્થા અંગે આપી સૂચનાઓ
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : જિલ્લા કલેક્ટરએ આજરોજ વિસનગર શહેર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરીની વિસ્તૃત તપાસણી કરી હતી. મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે નિભાવવામાં આવતા ગુન્હા રજીસ્ટર, સ્ટેશન ડાયરી તથા અન્ય મહત્વના રજીસ્ટરોની
જિલ્લા કલેક્ટરની વિસનગર શહેર પોલીસ સ્ટેશન મુલાકાત, કાયદો-વ્યવસ્થા અંગે આપી સૂચનાઓ


મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : જિલ્લા કલેક્ટરએ આજરોજ વિસનગર શહેર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરીની વિસ્તૃત તપાસણી કરી હતી. મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે નિભાવવામાં આવતા ગુન્હા રજીસ્ટર, સ્ટેશન ડાયરી તથા અન્ય મહત્વના રજીસ્ટરોની ચકાસણી કરીને નોંધપોથીની વ્યવસ્થા અને દસ્તાવેજીકરણની સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત કેસોની નોંધણી, તપાસની પ્રગતિ અને વહીવટી પ્રક્રિયાઓ અંગે પણ વિગતવાર માહિતી મેળવી.

આ પ્રસંગે સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. નાગરિકોની સુરક્ષા, ગુન્હાખોરી પર અસરકારક નિયંત્રણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે સતત સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા, જાહેર વ્યવસ્થાની કાળજી રાખવા તેમજ લોકોને સમયસર અને પારદર્શક સેવા આપવા પર ભાર મૂકાયો.

જિલ્લા કલેક્ટરએ પોલીસ સ્ટાફને જનતા સાથે સકારાત્મક સંવાદ જાળવવા, ફરિયાદોના ઝડપી નિવારણ માટે કાર્યક્ષમતા વધારવા અને શિસ્તબદ્ધ તથા જવાબદાર કામગીરી કરવા અનુરોધ કર્યો, જેથી નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande