જિલ્લા ચુંટણી અધિકારીએ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ 83-પોરબંદર અને 84- કુતિયાણા વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી. ધાનાણીના અધ્ય
જિલ્લા ચુંટણી અધિકારીએ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી.


જિલ્લા ચુંટણી અધિકારીએ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી.


જિલ્લા ચુંટણી અધિકારીએ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી.


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ 83-પોરબંદર અને 84- કુતિયાણા વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની એક એક ડિજિટલ અને ફિજિકલ નકલ સુપ્રત કરવામાં આવી હતી.

ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ પોરબંદર જિલ્લામાં કુલ મળીને તા. 01/01/2026 ની સ્થિતિએ કુલ 4,44,161મતદારો નોંધાયેલાં છે. જેમાં પોરબંદર વિધાનસભા મતવિભાગમાં 2,34,135 મતદારો તથા કુતિયાણા વિધાનસભા મતવિભાગમાં 2,10,026 મતદારોનો સમાવેશ થાય છે.

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે.

આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande