જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) :જામનગર જિલ્લામાં પોલીસની સાથે ખભેખભો મિલાવી દિવસ-રાત પોતાની ફરજ કરતાં હોમગાર્ડઝ સભ્યોનો ક્યારેક સંજોગવશ ગેરહાજરીનો રિપોર્ટ આવતો હોય છે. જે રિપોર્ટના આધારે જિલ્લા કચેરીએથી હોમગાર્ડઝને સજા સ્વરૂપ ફરજ મોકુફ રાખવામાં આવે છ
હોમગાર્ડ


જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) :જામનગર જિલ્લામાં પોલીસની સાથે ખભેખભો મિલાવી દિવસ-રાત પોતાની ફરજ કરતાં હોમગાર્ડઝ સભ્યોનો ક્યારેક સંજોગવશ ગેરહાજરીનો રિપોર્ટ આવતો હોય છે. જે રિપોર્ટના આધારે જિલ્લા કચેરીએથી હોમગાર્ડઝને સજા સ્વરૂપ ફરજ મોકુફ રાખવામાં આવે છે અને તેનો ખુલાસો આવ્યાં બાદ ફરી વખત તેને ફરજ સોંપવામાં આવે છે.

હોમગાર્ડઝ સભ્યો આર્થિક રીતે નબળા પરિવાર માંથી આવતાં હોય છે અને હોમગાર્ડઝની સાથે અન્ય ધંધો નોકરી પણ કરતાં હોય છે. તેમજ સરકારી દરેક કાર્યક્રમમાં હોમગાર્ડઝ અગ્રેસર હોય છે તેથી હોમગાર્ડઝને આર્થિક નુકસાન ન થાય અને તેમના હાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ થાય એવાં ઉમદા હેતુથી જિલ્લાના કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ નવો વિચાર અમલમાં મુક્યો છે.

આવા ગેરહાજરીનો રિપોર્ટ આવતાં હોમગાર્ડઝના સભ્ય ના હાથે સ્વેચ્છાએ બ્લડ ડોનેશન કરાવે છે, અને એ રીતે હોમગાર્ડઝ સભ્યોને સજા સાથે પુણ્યનું ભાથું પણ બંધાય એવી અનોખી સજા કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande