મહેસાણામાં શહેરી વિસ્તારમાં ખંડણીનો બનાવ, વેપારીએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા શહેર વિસ્તારમાં ખંડણી માંગવાના બનાવે ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ હબટાઉન કોમ્પલેક્ષ વિસ્તારમાં આવેલી એક દુકાનના માલિક પાસે કેટલાક શખ્સોએ ખંડણીની માંગણી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જણાવ્યા મુજબ લીફ
મહેસાણામાં શહેરી વિસ્તારમાં ખંડણીનો બનાવ, વેપારીએ પોલીસમાં નોંધાવી ફરિયાદ


મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા શહેર વિસ્તારમાં ખંડણી માંગવાના બનાવે ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ હબટાઉન કોમ્પલેક્ષ વિસ્તારમાં આવેલી એક દુકાનના માલિક પાસે કેટલાક શખ્સોએ ખંડણીની માંગણી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જણાવ્યા મુજબ લીફલવેર નામની દુકાનના માલિકને દુકાન ખોલવા હોય તો પૈસા આપવા પડશે તેવી ધમકી આપવામાં આવી હતી.

આરોપ છે કે આરોપીઓએ દુકાનદારને ફોન અને વ્યક્તિગત રીતે મળી ખંડણી માંગતા જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. વધુમાં, એક સ્થાનિક વ્યક્તિ અને તેના સાગરીતો સાથે મળી દબાણ બનાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. બનાવ અંગે વેપારીએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ નોંધાવી છે.

વિસનગર અને મહેસાણા પોલીસ દ્વારા મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ફરિયાદના આધારે આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વધારાની પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande