
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના નરસંગ ટેકરી નજીક કારની સાઈડ કાપવાના મુદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હતો તેમજ અન્ય બે શખ્સોને સાથે લઈ યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પોરબંદરના સાઈબાબાના મંદિર પાસે રહેતા અને કુરિયરની ડિલીવરીનુ કામ કરતો અર્જુન નવધણભાઈ કોડિયાતર અને તેમનો મિત્ર અર્જુનજી ઓડેદરા કાર લઈને જતા હોય અને તેમણે સ્ક્રોપિયો કારની સાઈડ કાપી હોય જેના મનદુઃખને લઈ નિહાલ સોની,વિશાલ ઉર્ફે વાંકો ગોરાણીયા અને રાહુલ ભીમા ઓડેદરાએ અર્જુન કોડિયાતરને ઢીકા પાટુનો માર માર્યો હતો એ સમયે સાગર પરબત અને માલદે ઉર્ફે જગીરો કુછડીયા ત્યાં ધસી આવ્યા હતા અને અર્જુનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya