પ્રભાસ પાટણ, સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયું
ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.) આજ રોજ તારીખ ૨૦/૨/૨૦૨૬ને શુક્રવાર ના રોજ સોમનાથ નજીક શક્તિપીઠ મહાકાલી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાલી મંદિરના મહંત પરમ પૂજ્ય સ્વર્ગવાસ તપસી બાપુ તથા મહંતશ્રી હરિહર ગીરી સંતાનગીરી, તેમજ મહંત શ્રી હરિ નારા
પ્રભાસ પાટણ સાધુ સંતો માટે ભંડારાનું આયોજન


ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.) આજ રોજ તારીખ ૨૦/૨/૨૦૨૬ને શુક્રવાર ના રોજ સોમનાથ નજીક શક્તિપીઠ મહાકાલી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાલી મંદિરના મહંત પરમ પૂજ્ય સ્વર્ગવાસ તપસી બાપુ તથા મહંતશ્રી હરિહર ગીરી સંતાનગીરી, તેમજ મહંત શ્રી હરિ નારાયણગીરી ગુરુ શ્રી મહંત શાંતાનંદગીરી, દ્વારા સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલ જેમાં 1800 ઉપર બે દિવસ સુધી સાધુ-સંતો નું રોકાણ થાય છે જેમાં આજે બપોરે મહાપ્રસાદ લઈ છે ને બે દિવસ છેલ્લા છે ને મહાપ્રસાદ હોય છે તે દિવસે 1800 ઉપર સાધુ-સંતો પ્રસાદ નો લાભ હતો જુનાગઢ મહાશિવરાત્રીના આવનાર સાધુ-સંતો સમશાન ખાતે બે દિવસ રોકાઈને મહા પ્રસાદ નો કરવામાં આવે છે, જેમાં સમગ્ર ભારતમાંથી આવનાર તમામ સાધુ-સંતોને દાન દક્ષિણ પણ ભક્તો દ્વારા આપવામાં આવે છે.

આ શુભ કાર્યમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ તેમજ સમસાન મહાકાલી મંદિરના ટ્રસ્ટી ના પ્રમુખ જીતુભાઇ મોહનભાઇ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ રામેશ્વર એસ્પોટર ના માલીક રામજીભાઈ પીઠર, વેરાવળ લોહાણા મહાજન સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા, કામદાર સંઘના જનરલ સેક્ટરી ભરતભાઈ મહેતા સહીત ભક્તો અને ખારવા સમાજ ની બહેનો સેવા માટે થી આવેલા ભક્તો તેમજ મહાકાલી મંદિર સમશાનમાં દિવસ રાત સુધી સેવા આપતા પ્રવીણભાઈ ફોફંડી તેમજ બહોળી સાંખ્યા માં હરિ ભક્તો અને ભાઈઓ. બહેનો સેવા આપી રહ્યા હતા તેમજ ઉપસ્થિત રહયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande