જામનગર LCBએ ધુવાવ હાઉસિંગ બોર્ડ પાસેથી 300 લિટર દેશી દારૂ ઝડપ્યો : કાર અને રિક્ષામાંથી ₹6.10 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધુવાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી બે વાહનોમાંથી 300 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને વાહનો સહિત કુલ ₹6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB સ્ટાફના ક્રિપાલસિંહ
દેશી દારૂ સાથે આરોપી ઝડપાયા


જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધુવાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી બે વાહનોમાંથી 300 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને વાહનો સહિત કુલ ₹6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

LCB સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા અને ભયપાલસિંહ જાડેજાને, મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ધુવાવ હાઉસિંગ બોર્ડ પાસે આવેલા ઇમામ હુસેનના ઓટા સામેની ગલીમાં તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે વાહનો મળી આવ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન, GJ-01-HZ-9966 નંબરની બ્રેજા કાર અને GJ-10-TW-6378 નંબરની ઓટો રિક્ષામાંથી 300 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹60,000/- આંકવામાં આવી છે. વાહનો અને દારૂ સહિત કુલ ₹6,10,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે પોલીસ કોન્સ્ટેબલ ભયપાલસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાએ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો રાખનાર બંને વાહન ચાલકો હાલ ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande