
જુનાગઢ, 20 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર ને લીધે અનાજ કરિયાણા અને જથ્થાબંધ ચીજ વસ્તુઓના વેપારીઓને પણ ફાયદો થયો છે. અનક્ષેત્રોમાં અંદાજે 50 કરોડનો માલ વપરાયો હોવાનો અંદાજ છે. દાણાપીઠ મર્ચન્ટ એસોસિએશનના નિતેશભાઈ સાગલાણીએ કહ્યું કે, જુનાગઢમાંથી શાકભાજી અને તત્કાલ વપરાશની ચીજ વસ્તુઓ ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ માલ સામાન આવતા પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે રોજગારી મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ