ઘણા વર્ષ અગાઉથી જ ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી, સુવ્યવસ્થિત અને સમયબદ્ધ અને ઉદાહરણરૂપ: નીતિન નવીન
- ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ભાજપાના સાંસદઓ અને ધારાસભ્યઓની બેઠક યોજાઇ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસાવેલી કાર્યસંસ્કૃતિ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક દ્રષ્ટિ થી મજબૂત કરી રહી છે: નીતિન નવીન -
ઘણા વર્ષ અગાઉથી જ ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી સુવ્યવસ્થિત અને સમયબદ્ધ અને ઉદાહરણરૂપ નીતિન નવીન


ઘણા વર્ષ અગાઉથી જ ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી સુવ્યવસ્થિત અને સમયબદ્ધ અને ઉદાહરણરૂપ નીતિન નવીન


ઘણા વર્ષ અગાઉથી જ ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી સુવ્યવસ્થિત અને સમયબદ્ધ અને ઉદાહરણરૂપ નીતિન નવીન


ઘણા વર્ષ અગાઉથી જ ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી સુવ્યવસ્થિત અને સમયબદ્ધ અને ઉદાહરણરૂપ નીતિન નવીન


- ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ભાજપાના સાંસદઓ અને ધારાસભ્યઓની બેઠક યોજાઇ

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસાવેલી કાર્યસંસ્કૃતિ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક દ્રષ્ટિ થી મજબૂત કરી રહી છે: નીતિન નવીન

- સાંસદ અને ધારાસભ્યોને જનસંપર્ક વધુ મજબૂત, પ્રભાવી અને અસરકારક બનાવવા તેમજ માઇક્રો મેનેજમેંટ થકી સુનિયોજીત વ્યવસ્થાની સુનિશ્ચિતતા અંગે માર્ગદર્શન આપતા નીતિન નવીનજી

અમદાવાદ,20 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ભાજપાના સાંસદઓ અને ધારાસભ્યઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત રાજ્યસભા અને લોકસભાના સાંસદઓ અને ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ તેમના સંબોધનમાં યુવા મોરચાના તેઓના કાર્યકાળ દરમિયાન તેઓએ ભૂતકાળમાં કરેલા ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે, ઘણા વર્ષ અગાઉથી જ ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી સુવ્યવસ્થિત અને સમયબદ્ધ અને ઉદાહરણરૂપ રહી છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંતિમ વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવાના અંત્યોદયના વિચાર તેમજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ ની કલ્પનાને આત્મસાત કરી વિકાસની સાથે સમગ્ર દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલી કાર્યસંસ્કૃતિ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક દ્રષ્ટિ થી મજબૂત કરી રહી છે.

નીતિન નવીનએ જણાવ્યું હતું કે, 2012-13 દરમિયાન દેશની યુવા પેઢી દેશની હાલત જોઈ નિરાશા અને ડિપ્રેશનમાં હતી, તેવા સમયે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજનીતિમાં આવ્યા અને દેશમાં સુશાસનથી સકારાત્મક વાતાવરણ અને યુવાઓ માં આત્મવિશ્વાસ જાગ્યો અને દેશમાં પારદર્શિતા વિકાસની રાજનીતિ શરૂ થઈ.

નીતિન નવીનએ કહ્યું કે, ઊંચાઈ પર પહોંચવું જેટલું કઠિન છે, એટલું જ કઠિન એ સ્થાનને જાળવી રાખવાનું છે. ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતૃત્વ, સ્પષ્ટ નીતિ અને વિકાસની રાજનીતિ થી જનતામાં ભાજપા પ્રત્યેનું સમર્થન છે. તેઓએ સંવાદ સેતુના માધ્યમથી સાંસદ અને ધારાસભ્યોને જનસંપર્ક વધુ મજબૂત, પ્રભાવી અને અસરકારક બનાવવા તેમજ નવાચાર પર ભાર મૂકી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મતવિસ્તારમાં વ્યાપ વધારવા તથા સોશીયલ મીડિયાના પ્રભાવી ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ માઇક્રો મેનેજમેંટ થકી સુનિયોજીત વ્યવસ્થા અંગે પણ ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વનેતા લોકપ્રિય જનનાયક એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેમજ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધ્યો છે અને હવે આપણને સૌને ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો માર્ગદર્શન પણ મળી રહેશે. તાજેતરમાં જ ત્રણ કર્તવ્યો ઉપર આધારિત કેન્દ્રીય બજેટ રજૂ થયું તેને જ અનુસરતા અને GYAN- ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ ના ચાર સ્તંભને કેન્દ્રબિંદુ પર રાખી રાજ્યનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની દરેક યોજનાના કેન્દ્રમાં ગરીબ અને મધ્યમવર્ગ હોય છે. રાજ્યના સાંસદ અને ધારાસભ્યો કાર્યકર્તાઓના સહકાર થકી સક્રિયતાથી સરકારની યોજનાઓનો ગ્રાઉન્ડ લેવલે પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. નરેન્દ્ર મોદીની ફાઈનાન્સિયલ ડિસિપ્લિનની રાહ પર ગુજરાત સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રના કાર્ય મંત્ર સાથે આગળ વધવા હાકલ કરી હતી.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળ્યા બાદ નીતિન નવીનની ગુજરાતની આ પ્રથમ મુલાકાત માત્ર એક ઔપચારિક પ્રવાસ નથી, પરંતુ તે બિહારની વૈચારિક ગહનતા અને ગુજરાતની પ્રગતિશીલ વિકાસ દ્રષ્ટિનો અદભૂત સમન્વય છે. ગુજરાતે સાબિત કર્યું છે કે મજબૂત સંગઠન અને દ્રઢ સંકલ્પના જોરે સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે, જ્યારે બિહારે ધીરજ અને પ્રતિબદ્ધતા દ્વારા પરિવર્તનનો માર્ગ બતાવ્યો છે. જ્યારે આ બંને રાજ્યોની વિચારધારા એક મળે છે, ત્યારે રાષ્ટ્રીય ઊર્જાનું નિર્માણ થાય છે. આ પ્રસંગે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી મુખ્યાલય ખાતે કહેલા એ શબ્દો ખાસ સ્મરણીય છે કે, સંગઠન ના નાતે હવે નીતિન નવીનજી મારા બોસ છે અને હું એક સામાન્ય કાર્યકર્તા છું. પ્રધાનમંત્રી ના આ ઉદ્ગારો ભાજપની એ મહાન પરંપરાનું જીવંત ઉદાહરણ છે, જ્યાં સામાન્ય કાર્યકર્તા પણ પોતાની નિષ્ઠા અને મહેનતના બળે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.

જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની શૈક્ષણિક તેમજ યુવાવસ્થા થી અત્યાર સુધીની રાજકીય પૃષ્ઠભૂમિ અને વિગતવાર માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે નીતિન AC રૂમમાં બેસીને કામ કરનારા નહિ પણ ગ્રાસરૂટ લેવલે કાર્યકર્તા સાથે કાર્ય કરનારા નેતા છે. જગદીશભાઈએ 1984માં ભાજપાને લોકસભા ચુંટણીમાં ભાજપાને મળેલી માત્ર 2 બેઠકો થી લઈને અનેક ઉતાર ચઢાવ, સંઘર્ષ અને પડકારો માથી પસાર થઈ રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર નિર્માણના દ્રઢ નિશ્ચય સાથે 303 બેઠકો સુધીની યાત્રા તેમજ વિધાનસભા 1984માં 11 થી લઇ 2022માં મળેલી વિક્રમી 156 બેઠકો સુધીના ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામોનું તેમજ લોકસભા ચુંટણીના અત્યારસુધી ના પરિણામો અંગે પણ વિશ્લેષણ રજૂ કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં ભાજપાની મજબૂત સ્થિતિનો ચિતાર પણ તેઓએ રજૂ કર્યો હતો.

જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે રાજકારણ એ માત્ર સત્તા સુધી મર્યાદિત નથી તે સેવા, સંકલ્પ અને સંસ્કારનો માર્ગ છે. ભાજપાએ દેશમાં અને રાજ્યમાં વિકાસ પારદર્શિતા અને રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાને રાખ્યું છે.

આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેઓએ કહ્યું કે, નીતિન નવીન યુવાવસ્થા થી જ સક્રિય રાજનીતિમાં છે, અને તેઓ સાથે યુવા મોરચામાં કાર્ય કરવા મળ્યું તે મારું સૌભાગ્ય છે. પક્ષ માટે માટે રાત દિવસ જોયા વગર કામ કરતા કાર્યકર્તાઓ માટે યુવા મોરચા માં જેમણે ખૂબ કામ કર્યું છે તેવા નીતિન નવીનનું રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું એ ગૌરવની બાબત છે. નીતિન નવીન મિલેનિયલ અધ્યક્ષ છે જે દેશની રેડિયો થી લઇ AI સુધીની દેશની યાત્રાના સાક્ષી રહ્યાં છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande