
ભાવનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, ભાવનગરના નેશનલ સર્વિસ સ્કીમ (NSS) યુનિટ અને DRDA ભાવનગર દ્વારા તા. 16-02-2026 થી 22-02-2026 દરમ્યાન સાત દિવસીય વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ અંતર્ગત તા. 20-02-2026ના રોજ “સ્વચ્છ ભારત મિશન” વિષય પર વિશેષ જાહેર વ્યાખ્યાન યોજાયું. આ પ્રસંગે સ્વચ્છ ભારત મિશન, ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું.ડૉ. દોશી પોતાના સંબોધનમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત, 200 મી.લી. પાણીની બોટલોના વધતા વપરાશથી થતું પર્યાવરણ નુકસાન, ટિશ્યુ પેપરના અતિરેક ઉપયોગથી થતા વૃક્ષવિનાશ, પ્લાસ્ટિક યુઝ એન્ડ થ્રો પેન ની જગ્યા એ મેટલ પેન વાપરવી, ઝબલા ને બદલે કોટન બેગ વાપરવી તેમજ રોજિંદા જીવનમાં અપનાવી શકાય તેવી સરળ અને અસરકારક સ્વચ્છતા આદતો વિષે માર્ગદર્શન આપશે.
તેમણે યુવાઓને સંદેશ આપ્યો કે દેશની સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક જાગૃત નાગરિકની ફરજ છે. નાના બદલાવથી મોટી ક્રાંતિ શક્ય બને છે.કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ તથા નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છ ભારતના અભિયાનમાં સક્રિય સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે એમ.જે.કોમર્સ કોલેજ ના આચાર્ય દિલીપ જોશી, NSS કોર્ડીનેટર ડો.બિપિન પટેલ, ભાવનગર જિલ્લા DDO અને DRDA ટીમ , કોબડી ગામના નાગરિકો વગેરે હાજર રહેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT