પોરબંદર જિલ્લાના યુવાનો માટે 'યુથ એસેમ્બલી' કાર્યક્રમનું આયોજન
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : લોકશાહી શાસન વ્યવસ્થા પ્રત્યે જાગૃતિ આવે અને યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય તે હેતુથી પોરબંદર જિલ્લાના 15 થી 29 વર્ષના યુવક-યુવતીઓ માટે ''યુથ એસેમ્બલી'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ય
પોરબંદર જિલ્લાના યુવાનો માટે 'યુથ એસેમ્બલી' કાર્યક્રમનું આયોજન


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : લોકશાહી શાસન વ્યવસ્થા પ્રત્યે જાગૃતિ આવે અને યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય તે હેતુથી પોરબંદર જિલ્લાના 15 થી 29 વર્ષના યુવક-યુવતીઓ માટે 'યુથ એસેમ્બલી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં લોકશાહીના ગુણો વિકસે, ચૂંટણી વ્યવસ્થાની ઊંડી માહિતી મળે અને રાષ્ટ્રનું લોકતંત્ર વધુ મજબૂત બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ ચૂંટણીમાં મતદાનનું મહત્વ, ક્લાયમેટ ચેન્જ/આબોહવા પરિવર્તન - પૃથ્વી માટે સૌથી મોટો ખતરો, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) - વરદાન કે અભિશાપ?, ફિટ ભારત હિટ ભારત, અને આત્મનિર્ભર ભારત: ભારતમાં બનાવો - વિશ્વ માટે બનાવો, જેવા વિષયો પર પોતાના મૌલિક વિચારો રજૂ કરવા માટે 5 થી 10 મિનિટનો સમય આપવામાં આવશે.

જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકને રાજ્ય કક્ષાએ પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા લાયક યુવક-યુવતીઓએ પોતાની અરજી સાદા કાગળ ઉપર કરીને તા. 25/02/2026 સુધીમાં 'જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધી સ્મૃતિભવન, કનકાઈ માતાના મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર' ખાતે પહોંચાડવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ આવેલી કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ પોરબંદર જિલ્લા યુવા વિકાસ અધિકારી એ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande