પોરબંદરમાં પૂર્વ સૈનિકો માટે વેટરન આઉટરીચ કાર્યક્રમ અને રેલીનું આયોજન
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : સ્ટેશન હેડક્વાર્ટર જામનગર દ્વારા આગામી તા. 22/02/2026 ના રોજ પોરબંદરના રીવર ફ્રન્ટ ખાતે 26 Maratha LI દ્વારા એક વિશેષ ''વેટરન આઉટરીચ કાર્યક્રમ'' અંતર્ગત પૂર્વ સૈનિક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા સૈનિ
પોરબંદરમાં પૂર્વ સૈનિકો માટે વેટરન આઉટરીચ કાર્યક્રમ અને રેલીનું આયોજન


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : સ્ટેશન હેડક્વાર્ટર જામનગર દ્વારા આગામી તા. 22/02/2026 ના રોજ પોરબંદરના રીવર ફ્રન્ટ ખાતે 26 Maratha LI દ્વારા એક વિશેષ 'વેટરન આઉટરીચ કાર્યક્રમ' અંતર્ગત પૂર્વ સૈનિક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પોરબંદરના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જિલ્લાના તમામ પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના આશ્રિતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. આ તકનો વધુમાં વધુ લાભ લેવા માટે પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande