

મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.)
પાટણ જિલ્લામાં યુવાનોને રોજગાર અને કૌશલ્ય વિકાસ તરફ આગળ ધપાવવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2025 દરમિયાન વિવિધ રોજગારલક્ષી પહેલોના પરિણામે 2,665 ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થઈ હોવાનું જિલ્લા રોજગાર કચેરીએ જણાવ્યું છે.
મહિલાઓને ટેકનિકલ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ અમલમાં મૂકી છે. ITIમાં અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક સહાય અને પ્રોત્સાહન મળતાં તેઓ આત્મનિર્ભર બની રહી છે. રાજ્ય સરકારે આ યોજના માટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેના લાભાર્થીઓમાં પાટણ જિલ્લાની યુવતીઓ પણ સામેલ છે.તા. 01/04/2022 થી 31/12/2025 દરમિયાન 3,708 ઉમેદવારોની નોંધણી કરવામાં આવી હતી અને ઉદ્યોગો પાસેથી 4,463 ખાલી જગ્યાઓ પ્રાપ્ત થઈ હતી. જિલ્લામાં 18 રોજગાર ભરતી મેળાઓ યોજાયા, જેમાં 1,955 ઉમેદવારો પ્રાથમિક પસંદગી પામ્યા. ઉપરાંત 24 કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં 4,676 યુવાનો જોડાયા હતા.
જિલ્લા રોજગાર અધિકારી ડી.કે. ભટ્ટે જણાવ્યું કે , ભવિષ્યમાં પણ યુવાનોને વધુ રોજગાર તકો ઉપલબ્ધ કરાવવા સક્રિય પ્રયાસો ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR