પાટણના ગૂંગળી તળાવ પાસે રાજસ્થાનના વેપારીઓનું કાપડ બજાર, 50 થી 75% સસ્તા ભાવે ચણિયાચોળી અને બનારસી કાપડ ઉપલબ્ધ
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ શહેરના ગૂંગળી તળાવ નજીક છેલ્લા ઘણા વર્ષોથી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોના વેપારીઓ દ્વારા કાપડ અને ચણિયાચોળીનું વિશેષ બજાર ભરાય છે, જ્યાં ગ્રાહકોને બજાર કરતાં 50 થી 75% સુધી સસ્તા ભાવે વસ્તુઓ મળી રહે છે. રાજસ્થા
પાટણના ગૂંગળી તળાવ પાસે રાજસ્થાનના વેપારીઓનું કાપડ બજાર, 50 થી 75% સસ્તા ભાવે ચણિયાચોળી અને બનારસી કાપડ ઉપલબ્ધ


પાટણના ગૂંગળી તળાવ પાસે રાજસ્થાનના વેપારીઓનું કાપડ બજાર, 50 થી 75% સસ્તા ભાવે ચણિયાચોળી અને બનારસી કાપડ ઉપલબ્ધ


મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ શહેરના ગૂંગળી તળાવ નજીક છેલ્લા ઘણા વર્ષોથી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોના વેપારીઓ દ્વારા કાપડ અને ચણિયાચોળીનું વિશેષ બજાર ભરાય છે, જ્યાં ગ્રાહકોને બજાર કરતાં 50 થી 75% સુધી સસ્તા ભાવે વસ્તુઓ મળી રહે છે. રાજસ્થાનના વેપારી સુરેશભાઈ જણાવે છે કે અહીં રાજસ્થાન, કાકોશી અને જયપુર સહિતના વિસ્તારોમાંથી લગભગ 23 જેટલા વેપારીઓ નિયમિત વેચાણ માટે આવે છે, જ્યારે નવરાત્રી જેવી સીઝનમાં આ સંખ્યા 30થી વધુ થઈ જાય છે.

આ વેપારીઓ સુરતની ફેક્ટરીઓ અને બંધ થતી દુકાનોમાંથી જથ્થાબંધ માલ લાવી સસ્તા ભાવે વેચાણ કરે છે. અહીં બનારસી સાડી, બ્લાઉઝ, નેટના કાપડ, ડ્રેસ મટિરિયલ અને રેડીમેડ ચણિયાચોળી ઉપલબ્ધ છે. સામાન્ય રીતે 500 રૂપિયા પ્રતિ મીટર મળતું કાપડ અહીં 100 રૂપિયા પ્રતિ મીટર સુધી મળી રહે છે, જ્યારે 2500 રૂપિયાની ચણિયાચોળી અહીં લગભગ 1000 રૂપિયામાં મળી જાય છે.શ્રાદ્ધ પછી શરૂ થતું આ બજાર લગભગ 8 મહિના સુધી ચાલે છે. ખાસ કરીને શનિ-રવિ અને નવરાત્રી દરમિયાન અમદાવાદ, ડીસા અને થરાદ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande