પાટણનું નવનિર્મિત નવું બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થશે
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણના નવનિર્મિત બસ સ્ટેશનને તાત્કાલિક કાર્યરત કરવાની માંગ સાથે ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધહેમ સરસ્વતી ફાઉન્ડેશન દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના પ્રમુખ અશોક રાવલે પણ આ મુદ્દે ધ
પાટણનું નવનિર્મિત નવું બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થશે


પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણના નવનિર્મિત બસ સ્ટેશનને તાત્કાલિક કાર્યરત કરવાની માંગ સાથે ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધહેમ સરસ્વતી ફાઉન્ડેશન દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના પ્રમુખ અશોક રાવલે પણ આ મુદ્દે ધારાસભ્ય સાથે ચર્ચા કરી સમર્થન આપ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટૂંક સમયમાં બસ સ્ટેશન શરૂ કરવા માટે સહમતિ દર્શાવી હોવાની માહિતી અશોક રાવલે આપી હતી. આથી શહેરવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી છે.

ફાઉન્ડેશન દ્વારા શહેરની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ વતી શહેરી વિકાસ કમિશનર, ગાંધીનગરને પણ બિન-રાજકીય રીતે પ્રજાલક્ષી મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવશે. આ અંગે ગાંધીનગર ખાતે ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande