
બોટાદ, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : આજના ઝડપી ગતિથી બદલાતા આધુનિક યુગમાં પણ કેટલાક પરંપરાગત વ્યવસાયો આજે પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આધુનિક યુગમાં પણ આ વ્યવસાયો માટે ખાસ માંગ જોવા મળે છે. આ પરંપરાગત વ્યવસાયો માત્ર રોજગાર પૂરતા જ નથી, પરંતુ આપણા સંસ્કૃતિ, પરંપરા અને વારસાને જીવંત રાખવાનો પણ મહત્વનો ભાગ બની રહ્યા છે.ભારતમાં હસ્તકલા, ભરતકામ, માટીનાં વાસણો બનાવવું, લાકડાની નકશીકામ, ધાતુ કારીગરી, કપાસી કાપડ વણતણ, હાથથી બનાવેલા આભૂષણો જેવા અનેક પરંપરાગત વ્યવસાયો આજે પણ ચાલી રહ્યા છે. આ વ્યવસાયો પેઢીદર પેઢી આગળ વધતા આવ્યા છે.આજના યુવાનો અને મહિલાઓ પણ પરંપરાગત વ્યવસાય તરફ ફરી વળતા જોવા મળે છે.
બોટાદ શહેરમાં રહેતા પ્રજાપતિ દલસુખભાઈ જેવો 1993 થી પરંપરાગત રીતે માટી કામના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ તેઓના પિતા માટી કામમાંથી માટલા જેવી વસ્તુઓ તૈયાર કરતા હતા પિતા પાસેથી પરંપરાગત વારસો મળ્યો ત્યારબાદ દલસુખભાઈ પણ માટી કામની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે ધીરે ધીરે તેઓ આધુનિક યુગમાં લોકોની માંગ હોય તે મુજબની વસ્તુઓ તૈયાર કરવા લાગ્યા છે હાલ તેઓ 70 કરતા પણ વધુ પ્રકારની વસ્તુઓ તૈયાર કરે છે જેની કિંમત 2 રૂપિયાથી લઈ લે 2500 રૂપિયા સુધી રહેલી છે.
આ અંગે દલસુખભાઈ રમણીકભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે અમે હાલ અલગ અલગ પ્રકાર ની વસ્તુઓ માટીમાંથી તૈયાર કરીએ છીએ અને મેં મારા પિતાનું વારસો સાચવી રાખ્યો છે. 1993 થી મારા પિતા પાસેથી આ વ્યવસાય શીખ્યો હતો અને ત્યારથી આ વ્યવસાય સાથે જોડાયેલો છું. અગાઉ અમે ફક્ત માટી નો ઉપયોગ કરીને માટલા જેવી સામાન્ય વસ્તુઓ તૈયાર કરતા હતા પરંતુ ધીરે ધીરે આજના આધુનિક યુગમાં સુશોભન થી લઈને તમામ પ્રકારની વસ્તુઓમાં તૈયાર કરી રહ્યા છીએ હાલ 70 કરતાં પણ વધુ વસ્તુઓ માટીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે જેની ખાસ માંગ પણ રહેલી છે.
અમે જે વસ્તુઓ તૈયાર કરી રહ્યા છીએ તેની કિંમત 2 રૂપિયાથી શરૂ થાય છે અને 2500 રૂપિયાની કિંમત સુધીની વસ્તુ તૈયાર થઈ રહી છે. શરૂઆતમાં માટી કામ કરીને હાથી, ઘોડા જેવી વસ્તુઓ તૈયાર કરતા હતા તેમાંથી આજે આધુનિક યુગમાં જે રીતે લોકોની માંગ થવા લાગી છે તે મુજબની વસ્તુઓ અમે તૈયાર કરવા લાગ્યા છીએ. હાલ અમે સાત બેડા, પાંચ લટકણ, ઝુમ્મર, ગણેશ પ્લેટ, રિદ્ધિ સિદ્ધિ, માટીના અલગ અલગ રમકડા, ઘરના સુશોભનમાં વપરા તી અલગ અલગ વસ્તુઓ વગેરે તૈયાર કરી તેનો વેચાણ કરી રહ્યા છીએ. ખાસ કરીને દિવાળીનો તહેવાર હોય કે લગ્ન સિઝન હોય તે દરમિયાન અમારી આ વસ્તુઓની ખૂબ ખરીદી લોકો કરતા હોય છે મહિને 15000 રૂપિયા કરતા પણ વધુ આ અલગ અલગ વસ્તુઓનું વેચાણ હાલ એવરેજ થઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT