
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારત સરકાર દ્વારા વર્ષ 2025 -26 (રવિ-૨૬) માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે ચણા અને રાયડા પાક માટે અનુક્રમે રૂ. 5,875 પ્રતિ ક્વિન્ટલ અને રૂ. 6,200 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ખરીદી જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ખેડુતોને ટેકાના ભાવે ચણા અને રાયડા પાકની ઓનલાઈન નોંધણી તા.05/03/2026 સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેંન્ટીકેશન L1 POS based Biometric machine (થમ્બ ઇમ્પ્રેશન)/ફેસ ઓથેંન્ટીકેશન ઉપયોગ કરી વી.સી.ઈ (VCE) મારફતે વિના મૂલ્યે નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya