વડનગરની ભીખીબા કોલેજ ખાતે આરટીઓ દ્વારા રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત આરટીઓ ટીમ મહેસાણા દ્વારા વડનગર સ્થિત ભીખીબા કોલેજ ખાતે રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેમને માર્
વડનગરની ભીખીબા કોલેજ ખાતે આરટીઓ દ્વારા રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત આરટીઓ ટીમ મહેસાણા દ્વારા વડનગર સ્થિત ભીખીબા કોલેજ ખાતે રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેમને માર્ગ સલામતીના નિયમો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે આરટીઓ અધિકારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ, ઓવર સ્પીડિંગના જોખમો તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ડ્રાઇવિંગ ન કરવાની જરૂરીયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને રોડ પર જવાબદારીપૂર્ણ વર્તન રાખવા અને પોતાની તથા અન્ય લોકોની સલામતીને પ્રાથમિકતા આપવા અનુરોધ કરવામાં આવ્યો.

કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતના મુખ્ય કારણો અને તેને ટાળવાના ઉપાયો અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી. સાથે જ ટ્રાફિક ચિન્હો અને નિયમોની સમજ સરળ રીતે સમજાવવામાં આવી. અંતે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગે પ્રતિબદ્ધ રહેવા અને સમાજમાં પણ જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી, જેથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય અને સુરક્ષિત ટ્રાફિક સંસ્કૃતિ વિકસે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande