રોટરી કાર રેલી પાટણમાં, પર્યાવરણ જાગૃતિનો સંદેશ
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)રોટરી ઇન્ટરનેશનલના રોટરી ડિસ્ટ્રિક્ટ 3131 દ્વારા આયોજિત કાર રેલી પુણેથી ગુજરાત પ્રવાસે નીકળી પાટણ ખાતે વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર રાણકીવાવની મુલાકાતે પહોંચી હતી. રેલી દ્વારા “પ્લાસ્ટિક ફ્રી રોડ”, “પાણી બચાવો” અને “પ્રદૂષણ
રોટરી કાર રેલી પાટણમાં, પર્યાવરણ જાગૃતિનો સંદેશ


રોટરી કાર રેલી પાટણમાં, પર્યાવરણ જાગૃતિનો સંદેશ


પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)રોટરી ઇન્ટરનેશનલના રોટરી ડિસ્ટ્રિક્ટ 3131 દ્વારા આયોજિત કાર રેલી પુણેથી ગુજરાત પ્રવાસે નીકળી પાટણ ખાતે વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર રાણકીવાવની મુલાકાતે પહોંચી હતી. રેલી દ્વારા “પ્લાસ્ટિક ફ્રી રોડ”, “પાણી બચાવો” અને “પ્રદૂષણ અટકાવો” જેવા સામાજિક સંદેશાઓ સાથે પર્યાવરણ અને જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

રેલીમાં ડીજી સંતોષ મરાઠે, ડીજીએન ચારુ શ્રોતી, આઈપીડીજી શીતલ શાહ, પીડીજી પંકજ શાહ અને ટીમ લીડર કુમાર વિધાતે સહિત રોટરીના અનેક આગેવાનો જોડાયા હતા.

રોટરી ક્લબ પાટણ દ્વારા પુણેના રોટેરિયન સભ્યોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો. બાબુભાઈ પ્રજાપતિએ પાટણના ઐતિહાસિક વારસા અને રોટરી ક્લબ પાટણની સેવાકીય ઓળખ પર પ્રકાશ પાડી, ડીજી નિગમ ચૌધરીના શુભેચ્છા સંદેશ સાથે મહેમાનોનું હાર્દિક અભિવાદન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande