
ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના સંયુક્ત તત્વધાને આયોજિત માતૃભાષા મહોત્સવ 2026 અંતર્ગત માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ડો. પંકજભાઈ રાવલ એસોસિયેટ પ્રોફેસર, પુરાણ વિભાગ, દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમના વક્તા ડો. મંગલવર્ધનદાસજી, શિવતત્વનુસંધાન પીઠ, સહાયક આચાર્યએ વિવિધ લોકબોલીઓમાં પ્રચલિત વિવિધ શબ્દોના અર્થની ભિન્નતાના ઉદાહરણો આપી સમજાવી. બાળવાર્તા, બાળગીતો, તેમજ ગુજરાતી સર્જકો, અને ગુજરાતી ભાષાની પ્રચલિત કહાવતોની અલગ અને નવીન સમજ રજૂ કરી. મુખ્ય અતિથિ તરીકે ડો. જયેશ વઘાસિયા, ઇએમટી સર્જન, વેરાવળ અને ડો. જીગર રાવલ, આચાર્ય કોલેજ, વેરાવળ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન આપ્યું. કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. મહેશકુમાર મેતરા, કુલસચિવ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, એ એમના વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને પ્રત્યયના વિવિધ સ્થાન પરિવર્તનથી બદલાતા ભાવ વિશે સમજાવ્યું. તેમ જ રૂઢિપ્રયોગો, કહાવતો, અને હાલરડા શીખવાની સલાહ વિદ્યાર્થીઓને આપી. આખરે કાર્યક્રમના સંચાલકશ્રી ડો. ભગવતી ડાભીએ આભારવિધિ કરી. આ કાર્યક્રમના સંયોજકો ડો. ભગવતી ડાભી, ડો. પ્રિયાંક ઠાકર અને ડો. અશ્વિન અપારનાથીજીએ કાર્ય કર્યું. કાર્યક્રમ ના આયોજકો નિર્દેશક અનુસ્નાતક વિભાગ , પ્રો. વિનોદકુમાર ઝા, તેમજ આચાર્ય સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજ, ડો. નરેન્દ્રકુમાર પંડ્યાજીની ગરીમાપૂર્ણ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ