‘સુપર સ્વચ્છ લીગ’માં સુરતના સમાવેશ પર વિવાદ, પૂર્વ કોર્પોરેટરે પ્રધાનમંત્રીને લખ્યો પત્ર
સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્ર સરકારની ‘સુપર સ્વચ્છ લીગ’માં સતત ત્રીજા વર્ષે સુરતને સ્થાન મળતા એક તરફ ગૌરવનો માહોલ છે, તો બીજી તરફ આ નિર્ણયને લઈને પ્રશ્નો ઊભા થયા છે. સુરતના પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર
સુપર સ્વચ્છ લીગ’માં સુરતના સમાવેશ પર વિવાદ


સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્ર સરકારની ‘સુપર સ્વચ્છ લીગ’માં સતત ત્રીજા વર્ષે સુરતને સ્થાન મળતા એક તરફ ગૌરવનો માહોલ છે, તો બીજી તરફ આ નિર્ણયને લઈને પ્રશ્નો ઊભા થયા છે. સુરતના પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સુરત મહાનગરપાલિકાના દાવાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

પાનશેરિયાના જણાવ્યા મુજબ, Surat Municipal Corporation (SMC) શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને બગીચાના કચરાના વૈજ્ઞાનિક નિકાલમાં સંપૂર્ણપણે સફળ નથી. તેમણે જણાવ્યું કે સુરતમાં દરરોજ 3,000 મેટ્રિક ટનથી વધુ કચરો ઉત્પન્ન થાય છે, પરંતુ તેનો મોટો હિસ્સો યોગ્ય રીતે પ્રોસેસ થતો નથી, જેના કારણે લેન્ડફિલ સાઇટ્સ પર ભાર વધી રહ્યો છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે બગીચાના કચરાને અલગથી પ્રોસેસ કરવાની જગ્યાએ સામાન્ય કચરામાં મિક્સ કરી દેવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને નુકસાન, ભૂગર્ભ જળ પ્રદૂષણ અને નાગરિકોના આરોગ્ય પર જોખમ ઊભું થાય છે.

પૂર્વ કોર્પોરેટરે એ પણ શંકા વ્યક્ત કરી કે Ministry of Housing and Urban Affairs (MoHUA)ને સબમિટ કરાયેલા અહેવાલોમાં આંકડાઓ વધારીને દર્શાવવામાં આવ્યા હોઈ શકે છે. તેમણે નોન-ફંક્શનલ પ્લાન્ટ, જૂની મશીનરી અને નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહીનો અભાવ જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે.

પાનશેરિયાએ કેન્દ્ર સરકાર પાસે સ્વતંત્ર ઓડિટ કરવાની માંગ કરી છે, જેમાં ડેટાની ચકાસણી, સાઇટ ઇન્સ્પેક્શન અને નાગરિકોના પ્રતિસાદનો સમાવેશ થાય. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરતને ‘સુપર સ્વચ્છ લીગ’માંથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે તેઓ કચરા નિકાલ સ્થળોના ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા તૈયાર છે. અંતમાં તેમણે કહ્યું કે, “સુરતના નાગરિકોને પારદર્શિતા જોઈએ, માત્ર કાગળ પરના દાવા નહીં.”

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande