સુરત કતારગામ સાયબર રેકેટ: 800 કરોડના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ, MSC.IT યુવાન પાટણના વાગડોદ ગામેથી ઝડપાયો.
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતના કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઇમ સેલે મોટા ઓનલાઇન બેટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલ અને પોલીસથી ફરાર કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઇ દેસાઇને પાટણના વાગડોદ ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. તે MSC.IT જેવ
સુરત કતારગામ સાયબર રેકેટ: 800 કરોડના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ, MSC.IT યુવાન પાટણના વાગડોદ ગામેથી ઝડપાયો.


પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતના કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઇમ સેલે મોટા ઓનલાઇન બેટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલ અને પોલીસથી ફરાર કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઇ દેસાઇને પાટણના વાગડોદ ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. તે MSC.IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.

તપાસ દરમિયાન સર્ચ ઓપરેશનમાં લેપટોપ, મોબાઇલ અને અનેક બેંક ચેકબુક મળી આવી હતી. 149 જુદા-જુદા બેંક એકાઉન્ટમાં કુલ 8,00,66,51,326.33 રૂપિયા (આશરે 800 કરોડ)ના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. NCRP પોર્ટલ પર આ એકાઉન્ટ અંગે દેશભરમાંથી 402 ફરિયાદો નોંધાઈ હતી.

તપાસમાં ખુલ્યું કે આરોપી કરણ દેસાઇ બેરોજગાર હતો અને ઝડપી કમાણીની લાલચમાં આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સાથે જોડાયો હતો. તેણે પોતાની ટેક્નિકલ કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર ઓનલાઇન બેટિંગ સાઇટ્સના ફંડ મેનેજમેન્ટ માટે કર્યો હતો.

આ રેકેટના તાર બેંગકોક અને વિયેતનામ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય સૂત્રધાર જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર 2D, BIG IDEA, OPS, DAFA અને PARIMATCH જેવી 50થી વધુ ઓનલાઇન બેટિંગ સાઇટ્સ સંચાલિત કરતો હતો અને ગેરકાયદે ફંડ ટ્રાન્સફર માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કરેલું હતું.

કરણ દેસાઇએ 'Leopay155' નામની ફ્રેન્ચાઇઝી મેળવી હતી, જેના માધ્યમથી ગેમિંગ અને બેટિંગનું ફંડ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતું હતું. બાદમાં આ કામ સહ-આરોપી મીત શાહ સંભાળતો હતો. આ કૌભાંડમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

પકડાયેલા કરણ દેસાઇને સુરત લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે 800 કરોડ રૂપિયા ક્યાં ટ્રાન્સફર થયા અને અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તેની વધુ તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande