સુરત સાઇબર રેકેટનો મોટો પર્દાફાશ: 800 કરોડના ટ્રાન્ઝેક્શન, 8 આરોપીઓ ઝડપાયા
સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : સુરતના કતારગામ વિસ્તારમાં સાઇબર ક્રાઇમ સેલે મોટા ઓનલાઇન બેટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે ફરાર આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈને પાટણ જિલ્લાના વાગડોદ ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી MSC.IT જેવી ઉચ્ચ શ
₹800 करोड़ के ट्रांजैक्शन,  आरोपी गिरफ्तार


સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : સુરતના કતારગામ વિસ્તારમાં સાઇબર ક્રાઇમ સેલે મોટા ઓનલાઇન બેટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે ફરાર આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈને પાટણ જિલ્લાના વાગડોદ ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી MSC.IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.

800 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો

તપાસ દરમિયાન પોલીસે લેપટોપ, મોબાઇલ અને અનેક બેંક ચેકબુક જપ્ત કર્યા છે. 149 અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ ₹8,00,66,51,326 (આશરે 800 કરોડ)ના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. NCRP પોર્ટલ પર આ એકાઉન્ટ્સ સામે દેશભરમાંથી 402 ફરિયાદો નોંધાઈ છે.

આંતરરાષ્ટ્રીય રેકેટ સાથે જોડાણ

તપાસમાં ખુલ્યું છે કે આ રેકેટના તાર બેંગકોક અને વિયેતનામ સુધી જોડાયેલા છે. મુખ્ય સૂત્રધાર જતીન ઉર્ફે જૉન રેપર ઠક્કર 2D, BIG IDEA, OPS, DAFA અને પારિમેચ (PARIMATCH) સહિત 50થી વધુ ઓનલાઇન બેટિંગ સાઇટ્સ ચલાવતો હતો અને ગેરકાયદે ફંડ ટ્રાન્સફર માટે વિશેષ પ્લેટફોર્મ તૈયાર કરેલું હતું.

‘Leopay155’ ફ્રેન્ચાઇઝીથી થતો ફંડ ટ્રાન્સફર

DCP સાઇબર ક્રાઇમ બિશાખા જૈનના જણાવ્યા મુજબ, આરોપી કરણ દેસાઇએ ‘Leopay155’ નામની ફ્રેન્ચાઇઝી મેળવી હતી. તેના માધ્યમથી તે ગેમિંગ અને બેટિંગના પૈસા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતો હતો. બાદમાં આ કામ સહ-આરોપી મીત શાહને સોંપવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં 8 આરોપીઓ ઝડપાયા

આ કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જતીન ઠક્કર ઉપરાંત મીત શાહ, યશ શિંદે, ઋષિકેશ સપકાળ, નિલેશ સોલંકી, પરેશકુમાર મોદી અને દીપકુમાર ઠક્કરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સુરત, અમદાવાદ, પાટણ અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોના રહેવાસી છે.

5 દિવસનો પોલીસ રિમાન્ડ મંજૂર

પકડાયેલા કરણ દેસાઇને સુરત લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ 800 કરોડ રૂપિયા ક્યાં ટ્રાન્સફર થયા અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande