ખોવાયેલ મોબાઈલ શોધવા સંચાર સાથી એપ મહત્વની સાબિત થઈ.
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)સંચાર સાથી એપની મદદથી પોરબંદર જીલ્લામાં ગુમ થયેલ કે ખોવાયેલ કુલ-745 મોબાઈલ ફોન અંગેની રજુઆતો પૈકી 439 મોબાઈલ ફોન ટ્રેસ થયેલ જેમોબાઇલ ફોન પોરબંદર જીલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસોથી તેમજ ભારત સરકારના દુરસંચાર ધવભાગ દ્વારા ક
ખોવાયેલ મોબાઈલ શોધવા સંચાર સાથી એપ મહત્વની સાબિત થઈ.


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)સંચાર સાથી એપની મદદથી પોરબંદર જીલ્લામાં ગુમ થયેલ કે ખોવાયેલ કુલ-745 મોબાઈલ ફોન અંગેની રજુઆતો પૈકી 439 મોબાઈલ ફોન ટ્રેસ થયેલ જેમોબાઇલ ફોન પોરબંદર જીલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસોથી તેમજ ભારત સરકારના દુરસંચાર ધવભાગ દ્વારા કાયયરત સંચાર સાથી એપ્લિકેશનની મદદથી 283 મોબાઈલ ફોન રીકવર કરવામાં આવેલ છે. સંચાર સાથી એપ https://www.sancharsaathi. gov.in એ ભારત સરકારના દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા નાગરિકોની સુરક્ષા અને સાયબર છેતરપિંડી રોકવા વિક્સાવવામાં આવેલ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.

સંચાર સાથી એપના મુખ્ય ઉપયોગો અને સુવિધાઓમાં ફોન ચોરાઈ જાય કેખોવાઈ જાય ત્યારે આ એપ દ્વારા મોબાઈલ ફોનને બ્લોક કરી શકાય છે જેથી ખોવાયેલ કેચોરાયેલ મોબાઈલ ફોનનો દુરુપયોગ અટકાવી શકાય છે. તમારા આધાર કાર્ડ પર પર કેટ્લા મોબાઈલ નંબર રજીસ્ટર થયેલા છે તે તમે જાણી શકો છો. જો કોઈ નંબર તમારો ન હોય, તો તેને બંધ કરાવવા માટે રિપોર્ટ કરી શકાય છે. ફેક કોલ, SMS કેવોટ્સએપ ૫૨ આવતા છેતરપિંડીના મેસેજ (જમે કે KYC અપડેટ, ઓટીપી સ્કેમ) વિષે તમે અહીં રિપોર્ટ કરી શકો છો. જો તમને વિદેશથી આવતા કોલ ભારતીય નંબર (+91) તરીકે દેખાય, તો તેની જાણ પણ આ એપ દ્વારા કરી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande