જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે, બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ
જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) :જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપી ને જામનગરની સ્પે. અદાલતે 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવ્યો છે. આ કેસની વિગત એવી છે કે, સને ૨૦૨૩ની સાલમાં જનતા ફાટક પાસે, જામનગરમાં રહેતા ફરીયાદી
ચુકાદો


જામનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) :જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપી ને જામનગરની સ્પે. અદાલતે 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવ્યો છે.

આ કેસની વિગત એવી છે કે, સને ૨૦૨૩ની સાલમાં જનતા ફાટક પાસે, જામનગરમાં રહેતા ફરીયાદીની સગીર વયની પુત્રી ઉ.વ. 10 અને દોઢ માસની સવારે 7:30 વાગ્યે ચાલીને પોતાની શાળાએ જતી હતી ત્યારે પ્રવીણ બાબુભાઇ મંડલી નામના એક ઈસમે સાયકલ લઈને આ ભોગ બનનાર બાળાનો પીછો કર્યો હતો.

તેણીને રસ્તામાં રોકી સાયકલ ઉપરથી નીચે ઉતરી પોતાના પેન્ટની ચેન ખોલી બિભત્સ માંગણી કરી હતી. જે ભોગ બનનાર બાળા ડરીને ત્યાં મંદિરમાંથી નીકળતા ઈસમને વાત કરતાં આ ઈસમે આરોપી પ્રવીણ ને પકડી લઈ સ્કુલે લઈ ગયેલાં અને ત્યાં પ્રિન્સીપાલને તથા ભોગ બનનાર બાળાના પિતાને ફોન કર્યા બાદ 100 નંબર ઉપર ફોન કરતાં પોલીસ પણ આવી ગઇ હતી, અને પોલીસે આરોપીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

ત્યારબાદ આ અંગેની ફરીયાદ ભોગ બનનાર બાળાના પિતાએ સીટી-સી ડિવી. પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજુ કર્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી કરી આ ગુનાનું ચાર્જશીટ તૈયાર કરી જામનગરની સ્પે. પોકસો અને રેપ અદાલતમા રજુ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આ કેસ બોર્ડ ઉપર ચાલવા ઉપર આવતા આ કેસના જામનગરના આસી. સરકારી વકીલ મુકેશભાઈ પી. જાનીએ સરકાર તરફે કુલ 10 દસ્તાવેજી પુરાવા રજુ કરેલાં હતા, અને ભોગ બનનાર બાળા સહીત કુલ આઠ મૌખીક પુરાવાઓ પણ રજુ કર્યા હતા, અને ત્યારબાદ કોર્ટે કાયદાકીય કાર્યવાહી કરી આરોપીના વકીલની દલીલો તથા સરકારી વકીલની દલીલો સાંભળીને આરોપીને પોકસોની કલમ 12 મુજબ 3 વર્ષની સખત કેદ તથા રૂા. 10,000નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 4 માસની સાદી કેદની જેલ સજાનો હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનાર બાળાને રૂા. 2,00,000નું વળતર સરકારની યોજના હેઠળ આપવાનો હુકમ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande