પોરબંદર બસ સ્ટેશનની સ્વચ્છતા મહારાષ્ટ્ર સરકારને ઉડીને આંખે વળગી.
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરના પી.એ. પ્રમોદ પ્રભાકર ફડણીસ તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન પોરબંદર બસ સ્ટેન્ડ પર આવેલા ત્યારે પોરબંદર બસ સ્ટેશનની સ્વચ્છતા, બસ સ્ટેશન પર ગુંજી રહેલું કર્ણપ્રિય સંગીત, બસોની સફાઈ, ઈન્ક્વા
પોરબંદર બસ સ્ટેશનની સ્વચ્છતા મહારાષ્ટ્ર સરકારને ઉડીને આંખે વળગી.


પોરબંદર બસ સ્ટેશનની સ્વચ્છતા મહારાષ્ટ્ર સરકારને ઉડીને આંખે વળગી.


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરના પી.એ. પ્રમોદ પ્રભાકર ફડણીસ તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન પોરબંદર બસ સ્ટેન્ડ પર આવેલા ત્યારે પોરબંદર બસ સ્ટેશનની સ્વચ્છતા, બસ સ્ટેશન પર ગુંજી રહેલું કર્ણપ્રિય સંગીત, બસોની સફાઈ, ઈન્ક્વાયરી ઓફિસ પર ના ટી.સી. પ્રતાપ શિંગરખીયા દ્વારા મુસાફરોને અપાતુ માર્ગદર્શન અને સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા સ્ટેન્ડનું મોનીટરીંગ વગેરે બાબતોનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી અને ખુબ જ પ્રભાવિત થયેલ હતા તેમણે બસ સ્ટેશનનું વિડિઓ શૂટિંગ કરી મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ને પણ શેર કરેલ હતું અને પોરબંદર બસ સ્ટેશન ની ખુબ જ પ્રશંસા કરેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત એસ.ટી. માં સ્વચ્છતા અંગે 2023 થી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા નાટક, સફાઈ શ્રમ યજ્ઞ, વગેરે જેવા જન જાગૃતિ ના કાર્યક્રમો નું સમયાંતરે આયોજન કરવામાં આવે છે અને સફાઇ માટે આઘુનિક સાધનો, તેમજ પુરતા પ્રમાણમાં સફાઇ કામદારોને પણ બસ સ્ટેશન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જુનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગરે પોરબંદર ડેપો ની ટીમ ને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત એસ.ટી. નિગમ મુસાફર જનતા ને સ્વચ્છ અને સુઘડ બસો તેમજ સાફ સુથરા બસ સ્ટેશન ઉપલબ્ધ કરાવવા કટિબધ્ધ છે ત્યારે પોરબંદર ડેપોની ટીમ પણ મુસાફર લક્ષી અભિગમ રાખી દરેક બાબતો માં હમેંશા અગ્રેસર રહી છે અને વખતો વખત પ્રસંશનીય દ્રષ્ટાંતો પુરા પાડે છે ત્યારે મુસાફર જનતા ને પણ સહકાર આપી બસ સ્ટેશન ખાતે તેમજ મુસાફરી વખતે બસો માં સ્વચ્છતા જાળવવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande