પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ચરમસીમાએ.
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ચાલી રહ્યો છું. પીટીઆર મુજબના ટ્રસ્ટીઓએ કબ્જો લઇ લીધો છે. તો સામે પક્ષે ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ ચેરીટી કમિશ્નર અને પોલીસચોકીના દ્રાર ખખડાવ્યા છે. હવે ચેમ્બરના વિવાદને લઈને એવી પણ
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ચરમસીમાએ.


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ચાલી રહ્યો છું. પીટીઆર મુજબના ટ્રસ્ટીઓએ કબ્જો લઇ લીધો છે. તો સામે પક્ષે ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ ચેરીટી કમિશ્નર અને પોલીસચોકીના દ્રાર ખખડાવ્યા છે. હવે ચેમ્બરના વિવાદને લઈને એવી પણ વાતો થઇ રહી છે કે ચેમ્બરના મુદે બે પક્ષોની લડાઈમા ત્રીજો ફાવી જશે કે કેમ તેતો સમય નકિક કરશે પરંતુ હાલના વિવાદને કારણે વેપારી સંસ્થાની પ્રતિષ્ઠાને કયાંયક ધકકો લાગ્યો હોવાનુ કહેવાય છે. ખાવા પીવા એક બે સંસ્થા વેપારીઓની છે તેવા સમયે ચેમ્બરનો વિવાદ ત્યારે વેપારીઓ પણ ચિંતિત બન્યા છે .આ મામલાનો ઉકેલ કયારે આવશે તેની પણ ચર્ચાઓ શરૂ થઇ છે. ચેમ્બરના વિવાદને લઇ પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ એવુ પણ જણાવ્યુ છે પીટીઆર મુજબના ટ્રસ્ટીઓ હોવાનો જે લોક દાવો કરી રહ્યા છે .તેમાંથી મોટભાગાના લોકોએ રાજીનામા આપી દીધા છે તેમના પુરવા પણ મારી પાસે છે.ચેરીટી કમિશ્નરની ઓફિસમા તમામ પુરવા રજુ કરવામા આવ્યા છે. ત્યારે જોવાનુ એ રહ્યુ કે ચેમ્બરના મુદે હવે શુ નિર્ણય લેવામા આવે છે.તો ચેમ્બરની ઓફિસમા ગેરકાયદે કબ્જાને લઇ કમલાબાગ પોલીસ સ્ટેશનમા ફરીયાદ અરજી આપવામા આવી છે. ત્યારે પોલીસ કયારે તપાસ પૂર્ણ કરી અને ફરીયાદ નોધશે તેને લઈ પણ લોકો મીટ માંડીને બેઠા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande