ડિજિટલ ક્રાઈમ કન્ટેન્ટનો યુવાનો પર વધતો પ્રભાવ
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)ડિજિટલ યુગમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર ક્રાઈમ આધારિત વેબ સિરીઝ અને ડોક્યુમેન્ટરીઝનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. 13 થી 25 વર્ષની વયના યુવાનોમાં આવી સામગ્રી પ્રત્યે આકર્ષણ વધતા તેમની માનસિક અને સામાજિક વર્તણૂકમાં નકારાત્મક ફેર
ડિજિટલ ક્રાઈમ કન્ટેન્ટનો યુવાનો પર વધતો પ્રભાવ


પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)ડિજિટલ યુગમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર ક્રાઈમ આધારિત વેબ સિરીઝ અને ડોક્યુમેન્ટરીઝનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. 13 થી 25 વર્ષની વયના યુવાનોમાં આવી સામગ્રી પ્રત્યે આકર્ષણ વધતા તેમની માનસિક અને સામાજિક વર્તણૂકમાં નકારાત્મક ફેરફારો નોંધાયા છે. પાટણના સંશોધક ડો. જય ધ્રુવના અભ્યાસ મુજબ, લાંબા સમય સુધી હિંસક દૃશ્યો જોવાથી યુવાનોમાં આક્રમકતા, ચિંતા અને સહાનુભૂતિનો અભાવ વધે છે.

સંશોધન સૂચવે છે કે વારંવાર ગુનાખોરી સંબંધિત સામગ્રી જોવાથી યુવાનો વાસ્તવિક પીડા પ્રત્યે સંવેદનહીન બની રહ્યા છે અને ગુનાહિત પ્રવૃત્તિઓને સામાન્ય માનવા લાગ્યા છે. કેટલાક યુવાનો વેબ સિરીઝના ગુનેગારોને આકર્ષક પાત્ર તરીકે જોઈ તેમની નકલ કરવાનો પ્રયાસ કરે છે. એક અહેવાલ મુજબ, આવી સામગ્રી જોતા 40%થી વધુ યુવાનોમાં વાણીની આક્રમકતા અને આવેગ વધ્યા છે, તેમજ ગુનાઓની પદ્ધતિઓની નકલના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંશોધનમાં સૂચવાયું છે કે શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીઓએ યુવાનોમાં મીડિયા સાક્ષરતા વિકસાવવી જોઈએ. સાથે જ, નીતિ નિર્માતાઓ અને સામગ્રી સર્જકોએ કન્ટેન્ટ રેગ્યુલેશન અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા સંયુક્ત પ્રયાસો કરવાના છે, જેથી યુવાનો ડિજિટલ મનોરંજનનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande