

પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)મ્યુનિસિપલ કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની સૂચના અનુસાર ઇન્ચાર્જ સેનિટેશન ઓફિસરશ્રી જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ નરસંગ ટેકરી વિસ્તારમાં રસ્તા પર લોકોને અડચણરૂપ બનતા પશુઓ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન કુલ 12 રખડતા પશુઓને પકડીને પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં પણ આવા રખડતા ઢોર બાબતે ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના પશુઓને ખુલ્લા જાહેર માર્ગો પર રખડવા ન મૂકે અને નિયમોનું પાલન કરે, જેથી શહેરમાં સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya