

પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)અરબી સમુદ્રના રસ્તે નશાનો મોટો જથ્થો આવી રહ્યો હોવાના ઇનપુટને પગલે કોસ્ટગાર્ડ અને એટીએસ સર્તક બની હતી અને વોચ રાખી હતી તે દરમ્યાન દ્રારકાથી 188 કિમી દુર પશ્વિમ તરફ એક બોટ આઈએમબીએલ નજીક થી ગુજરાતની જળ સીમામા ઘુસવાનો પ્રયાસ કર્યો હતો તે દરમ્યાન કોસ્ટગાર્ડ દ્રારા તેમને પડકાર ફેંકવામા આવ્યો હતો અને ત્યાર બાદ તેમની પીછો કરી અને ઝડપી લેવામા આવી હતી બોટની તલાશી લેતા તેમાથી 203 કિલો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો અને અબ્દુલ હાજી અને અબ્દેલ સતાર બે ઈરાની શખ્સોને ઝડપી લેવામા આવ્યા હતા નશીલા પદાર્થનો જથ્થો અને બોટ તેમજ ઇરાની શખ્સોને લઈ સુરક્ષા એજન્સી પોરબંદર આવી હતી. બન્ને ઈરાની શખ્સોને 14 દિવસના રીમાન્ડની માંગણી સાથે અદાલતમા રજુ કરવામા આવતા સોમવાર સુધીના એટલ કે ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામા આવ્યા છે.સ્પીટમાંથી મળી આવેલો શંકાસ્પદ કેમિકલનો જથ્થો કયાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો જાણવાનો પ્રયાસ સુરક્ષા એજન્સી દ્રારા કરવામા આવશે તેવુ જાણવા મળી રહ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya