કુંવરબાઈનું મામેરુ’ યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં, 5022 કન્યાઓને રૂ. 602.64 લાખની સહાય
મહેસાણા,20 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્ય સરકારની લોકકલ્યાણકારી ‘કુંવરબાઈનું મામેરુ’ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષ દરમિયાન મહેસાણા જિલ્લામાં કુલ 5022 કન્યાઓને રૂ. 602.64 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હોવાનું સામાજિક ન્યાયમંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હ
કુંવરબાઈનું મામેરુ’ યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં 5022 કન્યાઓને રૂ. 602.64 લાખની સહાય


મહેસાણા,20 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્ય સરકારની લોકકલ્યાણકારી ‘કુંવરબાઈનું મામેરુ’ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષ દરમિયાન મહેસાણા જિલ્લામાં કુલ 5022 કન્યાઓને રૂ. 602.64 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હોવાનું સામાજિક ન્યાયમંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું. આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની કન્યાઓને લગ્ન પ્રસંગે આર્થિક સહારો પૂરું પાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

યોજનાની જોગવાઈ મુજબ પ્રતિ લાભાર્થીને રૂ. 12,000ની સહાય આપવામાં આવે છે અને વાર્ષિક આવક રૂ. 6 લાખ સુધીના પાત્ર પરિવારોને, આ યોજનાનો લાભ મળે છે. આ યોજના સંપૂર્ણપણે ઓનલાઇન, ફેસલેસ અને પારદર્શક પ્રક્રિયા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના કારણે અરજદારોને સરળતાથી લાભ મળી રહ્યો છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકાર સમાજના નબળા વર્ગના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને આવી યોજનાઓ દ્વારા, કન્યાઓના સશક્તિકરણ અને પરિવારના આર્થિક ભારમાં રાહત મળે છે. જિલ્લા સ્તરે અધિકારીઓ દ્વારા સમયસર પ્રક્રિયા પૂર્ણ કરીને પાત્ર લાભાર્થીઓને સહાય પહોંચાડવામાં આવી રહી છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande