CEIR પોર્ટલની મદદથી મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ, સાવરકુંડલા ટાઉન પોલીસે આરોપી ઝડપ્યો
અમરેલી, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં E-FIR દ્વારા નોંધાયેલ મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો સફળ ભેદ ઉકેલી સાવરકુંડલા ટાઉન પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. મળતી માહિતી મુજબ ફરિયાદીએ પોતાનો મોબાઇલ ચોરી ગયો હોવાની E-FIR નોંધાવી હ
CEIR પોર્ટલની મદદથી મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ, સાવરકુંડલા ટાઉન પોલીસે આરોપી ઝડપ્યો


અમરેલી, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં E-FIR દ્વારા નોંધાયેલ મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો સફળ ભેદ ઉકેલી સાવરકુંડલા ટાઉન પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. મળતી માહિતી મુજબ ફરિયાદીએ પોતાનો મોબાઇલ ચોરી ગયો હોવાની E-FIR નોંધાવી હતી, જે મામલે પોલીસ દ્વારા ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી ચોરાયેલા મોબાઇલના IMEI નંબરને ટ્રેસ કરીને તેની હાલની લોકેશન અંગે માહિતી મેળવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બારીક તપાસના આધારે શંકાસ્પદ વ્યક્તિ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.

પોલીસ ટીમે યોગ્ય આયોજન સાથે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો અને તેની પાસેથી ચોરાયેલ મોબાઇલ ફોન કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરતાં વધુ વિગતો પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ કામગીરીમાં પોલીસની સતર્કતા, ટેક્નિકલ કુશળતા અને ઝડપી કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. સાવરકુંડલા ટાઉન પોલીસની આ કામગીરીને કારણે અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાતા નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે અને મોબાઇલ ચોરીના ગુનાઓ સામે કડક સંદેશો ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande