ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઊંચા ભાવ 1446 સુધી રહ્યા
ભાવનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસીઓ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની ઝણસનું વેચાણ ક
યાર્ડ


ભાવનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસીઓ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની ઝણસનું વેચાણ કરવા માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે આજે 12 ગાંસડી કપાસનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 1156 રૂપિયાથી લઈને 1446 રૂપિયા સુધીની રહ્યા હતા. આ સાથે જ આજે નારિયલના 20690 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 815 રૂપિયાથી 2722 રૂપિયા સુધી પ્રતિમાણે ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહ્યો હતો.

આ સાથે જ આજે યાર્ડમાં 380 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી-5 નો ભાવ 1,280 રૂપિયાથી લઈને 1458 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મગફળી-32 નો ભાવ 1170 થી લઈને 1313 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મગફળી-39 નો ભાવ 1150 રૂપિયાથી લઈને 1,262 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મગફળી જી-20 નો ભાવ 1230 રૂપિયાથી 1542 રૂપિયા સુધી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ આજે રહ્યો હતો. જ્યારે ઘઉં ટુકડાના 708 કટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 461 રૂપિયાથી 550 રૂપિયા સુધી રહ્યા હતા.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળી ના 50386 કટ્ટા આનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 279 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે સફેદ ડુંગળી એક્સપોર્ટ નો ભાવ 280 રૂપિયાથી 555 સુધી રહ્યો હતો. જ્યારે તલ સફેદ નો ભાવ 1786 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે કાળા તલનો ભાવ 3095 રૂપિયા સુધી રહ્યો હતો અને 6 કટ્ટા તેની આવક નોંધાઈ હતી.આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 645 થી 1035 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે આજે જુવારના 151 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 400 થી 1015 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે સોયાબીનના પાંચ પટાની આવક નોંધાઈ હતી તેના ભાવ 950 રૂપિયાથી 1025 રૂપિયા સુધી રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande