ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કચ્છના પદ્ધર વિસ્તારમાં અધધ 4 કરોડનો દારૂ પકડાયો
ભુજ,20 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કચ્છના પદ્ધર વિસ્તારમાં અધધ 4 કરોડનો દારૂ પકડાયો. કચ્છના પદ્ધર વિસ્તારમાં સ્ટેટ મોનિટેરિનગ સેલએ 4 કરોડના વિદેશી દારૂ અને 6 મોટા વાહનો પકડી પાડ્યા છે. રાજ્યના પોલીસ વડા જ્યારે કચ્છ જિલ્લાની
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કચ્છના પદ્ધર વિસ્તારમાં અધધ 4 કરોડનો દારૂ પકડાયો


ભુજ,20 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કચ્છના પદ્ધર વિસ્તારમાં અધધ 4 કરોડનો દારૂ પકડાયો. કચ્છના પદ્ધર વિસ્તારમાં સ્ટેટ મોનિટેરિનગ સેલએ 4 કરોડના વિદેશી દારૂ અને 6 મોટા વાહનો પકડી પાડ્યા છે. રાજ્યના પોલીસ વડા જ્યારે કચ્છ જિલ્લાની મુલાકાત પહેલા એસએમસીએ ઓપરેશનથી પાર પાડી કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

દારૂબંધી વાળા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કચ્છમાંથી અધધ 4 કરોડનો દારૂ પકડાયો હોવાનો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે.

રાજ્યના પોલીસ વડાની કચ્છ મુલાકાત પૂર્વે જ સ્ટેટ મોનિટરિંગ સેલ એ ભુજ પાસેના પદ્ધર વિસ્તારમાં સપાટો બોલાવી અંદાજે 4 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ત્યારે આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ પકડાતા સ્થાનિક પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ભુજ તાલુકાના વડવાલા અને ધાણેટી ગામની સીમમાં મોટા પાયે દારૂનું કટિંગ થવાનું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. જ્યારે રાજ્યના પોલીસ વડા કચ્છની મુલાકાતે આવવાના હતા, તેના ગણતરીના કલાકો પહેલા જ ગાંધીનગરની એસએમસી ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેમ ગાંધીનગરની ટીમે આ મોટી સફળતા મેળવી છે અને અધધ 4 કરોડનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે.

હાલ માહિતી મુજબ, આ કાર્યવાહી દરમિયાન એસએમસીએ માત્ર દારૂ જ નહીં, પરંતુ હેરાફેરીમાં વપરાતા 6 જેટલા મોટા વાહનો પણ કબજે કર્યા છે. જેમાં 2 મોટા ટ્રક, 3 મિની ટ્રક, 1 પીકઅપ વાહન પકડાયા છે. આ વાહનોમાં છુપાવીને લાવવામાં આવેલો વિદેશી દારૂ ગુજરાતના અન્ય ભાગોમાં મોકલવાની તૈયારી હતી, પરંતુ તે પહેલા જ પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો છે.

એસએમસીની આ આકસ્મિક કાર્યવાહીથી બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આટલો મોટો દારૂનો જથ્થો પકડાતા સ્થાનિક અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઊઠી રહ્યા છે. અત્યાર સુધીના કચ્છના ઇતિહાસમાં એકસાથે 4 કરોડનો દારૂ પકડાવાની આ પ્રથમ ઘટના હોવાનું મનાઈ રહ્યું છે

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande