પોરબંદર જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતિય મજુરોની ચોકસાઈ કરવવી ફરજીયાત
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લાની જાહેર જનતાની સલામતિ તથા સુરક્ષા માટે તકેદારીના પગલા સ્વરૂપે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 અન્વયે પોરબંદર જિલ્લાના સમગ્ર વિ
પોરબંદર જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતિય મજુરોની ચોકસાઈ કરવવી ફરજીયાત


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લાની જાહેર જનતાની સલામતિ તથા સુરક્ષા માટે તકેદારીના પગલા સ્વરૂપે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 અન્વયે પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ ઔદ્યોગીક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠીત, અસંગઠીત શ્રમિકો, કામદારોને રોજગારી આપતી વખતે તેઓનો પૂર્વ ઇતિહાસ, નાગરિકતા અને ઓળખ અંગે સબંધિત પોલીસ સ્ટેશને માહિતી સાથે યાદી રજુ કરવા તથા વેરીફાઇ, ચોકસાઇ કરાવવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

સરકારી કચેરી, અર્ધ સરકારી કચેરી, બોર્ડ, નિગમ, સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાને અધિકારી, કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવી છે. આ જાહેરનામું તા.18/02/2026 થી દિન-60 સુધી અમલમાં રહેશે. તેમજ આ હુકમનું ઉલ્લધંન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande