સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ખોટી સહીથી છેતરપિંડીનો ગુનો નોંધાયો
પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન ઉમેદવારી ફોર્મમાં ખોટી સહી કરી છેતરપિંડી આચરવાના મામલે વાગડોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ફરિયાદી પુષ્પકકુમાર પિયુષકુમાર દરજીએ આ અંગે લેખિત ફરિયાદ નોં
સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે  ગ્રામ પંચાયત ચૂંટણીમાં ખોટી સહીથી છેતરપિંડીનો ગુનો નોંધાયો


પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન ઉમેદવારી ફોર્મમાં ખોટી સહી કરી છેતરપિંડી આચરવાના મામલે વાગડોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ફરિયાદી પુષ્પકકુમાર પિયુષકુમાર દરજીએ આ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ જુબેરભાઈ ઉસ્માનભાઈ શેરશીયા અને ઉમરભાઈ વલીભાઇ સુલીયાએ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. 03/02/2026ના રોજ ઉમેદવારી ફોર્મમાં અન્ય વ્યક્તિની જાણ બહાર તેની ખોટી સહી કરીને ફોર્મ સત્તાધિકારીઓ સમક્ષ સાચું તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 336(2), 336(3), 337, 340(2), 61(2) તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950, 1951 અને 1989 ની કલમ 31 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રતાપસિંહ મદારસિંહ બોડાણા દ્વારા હાથ ધરાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande