રાણાવાવમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો.
પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)રાણાવાવ શહેરમા વરલી મટકાના જુગારનુ દુષણ વધ્યુ હોય તેમ અવારનવાર વરલી મટકાનો જુગાર ઝડપાય છે.ત્યારે વધુ એક જુગાર શહેરના ગોપાલપરા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો ગોપાલપરા વિસ્તારમાં વરલી મટકા
રાણાવાવમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો.


પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)રાણાવાવ શહેરમા વરલી મટકાના જુગારનુ દુષણ વધ્યુ હોય તેમ અવારનવાર વરલી મટકાનો જુગાર ઝડપાય છે.ત્યારે વધુ એક જુગાર શહેરના ગોપાલપરા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો ગોપાલપરા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પડાયો હતો આ દરમ્યાન ભીમા દાના કોડિયતર નામના શખ્સ આંકડા પર બેટીગ લઇ જુગાર રમાડતો રંગે હાથ ઝડપાય ગયો હતો પોલીસે આંકડા લખેલી ચિડ્ડી અને બોલપેન અને રોકડ રકમ રૂ.2700 કબ્જે કરી અને આ શખ્સ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande