ભાવનગર માંથી ગૌ માંસ વજન-15 કિલો નો જથ્થો ઝડપાયો.
ભાવનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર શહેરમાં ગૌ માંસ વેચાણની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી 15 કિલો ગૌ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડવા, કાછીયાવાડ વિસ્તારની માઢીયા ફળીમાં રહેતા રફીક ઉર્ફે આદમ ઉસ્માનભાઈ
આરોપી ઝડપાયા


ભાવનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર શહેરમાં ગૌ માંસ વેચાણની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી 15 કિલો ગૌ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડવા, કાછીયાવાડ વિસ્તારની માઢીયા ફળીમાં રહેતા રફીક ઉર્ફે આદમ ઉસ્માનભાઈ કાલાવા પોતાના રહેણાંક મકાનના નીચેના ભાગે ગૌ માંસ લાવી છૂટક વેચાણ કરતા હોવાની બાતમી એલ.સી.બી.ને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન શંકાસ્પદ ગૌ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પશુ ચિકિત્સક દ્વારા સ્થળ પર પ્રાથમિક નિરીક્ષણ કર્યા બાદ સેમ્પલ તપાસ માટે Forensic Science Laboratory, Rajkot ખાતે મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરીની રિપોર્ટ મુજબ સેમ્પલમાં ગૌ માંસ હોવાનું નિષ્કર્ષ સામે આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં રફીક ઉર્ફે આદમ ઉસ્માનભાઈ કાલવા, ઉસ્માન જમાલભાઈ કાલવા , અલ્ફાઝ હનીફભાઈ કાલવા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વડવા, કાછીયાવાડ, માઢીયા ફળી વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ. 3,000 કિંમતનો 15 કિલો ગૌ માંસનો જથ્થો કબ્જે કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande