પોરબંદરમાં કારનો દરવાજો ખોલવા બાબતે યુવાનને માર માર્યો.
પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના વેકુરડી પ્લોટમા વિસ્તારમાં કારનો દરવાજો ધ્યાનથી ખોલવા અંગે કહેતા એક યુવાનને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પોરબંદરના વેકુરડી પ્લોટમા રહેતો હિમાલય જીતેન્દ્રભાઈ શિયાળ નામનો
પોરબંદરમાં કારનો દરવાજો ખોલવા બાબતે યુવાનને માર માર્યો.


પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના વેકુરડી પ્લોટમા વિસ્તારમાં કારનો દરવાજો ધ્યાનથી ખોલવા અંગે કહેતા એક યુવાનને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પોરબંદરના વેકુરડી પ્લોટમા રહેતો હિમાલય જીતેન્દ્રભાઈ શિયાળ નામનો યુવાનના ઘર પાસે કાર પાર્ક કરેલી હોય આથી યુવાને ડ્રાઈવર સાઈડનો દરવાજો ધ્યાનથી ખોલવાનુ કહેતા કારમા રહેલા ત્રણ શખ્સોએ ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી હિમાલય શિયાળે ર્કિતિમંદિર પોલીસ સ્ટેશનમા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande