


અંબાજી, 22 ફેબ્રુઆરી (હિ.સ.) આજ ના સમય માં મુળ ગુજરાતી સમાજ માં માતૃભાષા છેડે થતી જઇ રહી છે. જ્યાં એક માત્ર સ્ટેટસ સિમ્બોલ માટે અંગ્રેજી માધ્યમ ગુજરાતી ભાષા પર હાવી થઇ રહી છે ને ગુજરાતી ભાષા ને છેડે કરી અનેક ઇન્ગિંશ મીડીયમ શૈક્ષણીક સંસ્થાઓ પોતાનો પગદંડો જમાવી રહી છે ત્યારે આજે 21 ફેબ્રુઆરી ના માતૃભાષા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે માતૃભાષા ગુજરાતી ને યથાસ્થાને જાળવી રાખવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. આજે માતૃભાષા દિવસ ને લઇ રાજ્ય ના 575 ઉપરાંત સ્થળોએ આ 27 માં માતૃભાષા દિવસ ની ઉજવણી કરાઇ રહી છે. જેને લઇ શક્તિપીઠ અંબાજી ખાતે પણ અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઇ પટેલ તેમજ ગુજરાત રાજ્ય સાહીત્ય અકાદમી ના અધ્યક્ષ ભાગ્ગેશ જહા એ માતૃભાષા દિવસ ની શુભેચ્છા પાઠવી હતી. આ માતૃભાષા ને યથા સ્થાને રાખવા આંદોલન નો પાયો 1999 માં નખાયો હતો. ત્યારે અંબાજી ખાતે અંબાજી કોલેજ માં યોજાયેલાં માતૃભાષા મહોત્સવ માં પ્રસિધ્ધ સાહીત્યકાર ડૉ સતીશ પટેલ અને પ્રેમજીભાઇ પટેલ ની અધ્યક્ષતા માં ગુજરાતી ભાષા ને લઇ વક્તવ્ય આપ્યુ હતુ ને જેને લઇ માતૃભાષા ના આખ્યાન ને લઇ વિધ્યાર્થીઓ ને તરબોર કર્યા હતા. જેમાં 150 ઉપરાંત વિદ્યાર્થીઓએ માતૃભાષા ની વદંના માં સક્રીય ભાગ લઇ આ ઉજવણી ને સાર્થક બનાવી હતી. એટલુંજ નહીં આજ ના આ મહોત્સવ ના ભાગ રૂપે મુળ ગુજરાતી સાહીત્ય પુસ્તકો નો પ્રદર્ષન પણ કરવામાં આવ્યુ હતુ. જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ માતૃભાષા મહોસ્વ ને સફળ બનાવવા કોલેજ ના પ્રોફેસર ડૉ મહેશ ગોહીલ, ડૉ પ્રવિણભાઇ ચૌહાણ, ડૉ એસ.પી બારોટે વિદ્યાર્થીઓ નું માર્ગદર્શન કર્યુ હતુ. જ્યારે ડૉ સવીતાબેન પટેલે સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ