
ભાવનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સક્રિય: ડોર ટુ ડોર કલેકશન અને કચરા વિભાજન અંગે જાગૃતિ અભિયાન ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના ઉદ્દેશ સાથે વિવિધ જાગૃતિમૂલક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. શહેરમાં નિયમિત ડોર ટુ ડોર કચરા સંકલન સેવા વધુ અસરકારક બને અને નાગરિકો સૂકો તથા ભીનો કચરો અલગ-અલગ આપે તે માટે IEC એક્ટિવિટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વિભાગના કર્મચારીઓ અને ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને ઘરઆંગણે જ કચરો અલગ કરવાની પ્રક્રિયા વિશે સમજાવવામાં આવે છે. ભીનો કચરો જેમ કે શાકભાજીનો કચરો, રસોડાનું બાકી રહેલું ખોરાક વગેરે અને સૂકો કચરો જેમ કે પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવા પદાર્થોને અલગ-અલગ ડસ્ટબિનમાં મૂકવા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા કચરાનું યોગ્ય પ્રોસેસિંગ શક્ય બને છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે.આ ઉપરાંત શાળાના બાળકોમાં પણ સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન, ચર્ચા અને પ્રાયોગિક ઉદાહરણો દ્વારા કચરા વિભાજનની મહત્વતા સમજાવવામાં આવી. બાળકોને સમજાવવામાં આવ્યું કે જો તેઓ ઘરે અને શાળામાં કચરો અલગ આપશે તો શહેર વધુ સ્વચ્છ બની શકશે.વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સ્વચ્છ શહેર માટે નાગરિકોની સહભાગિતા ખૂબ જ આવશ્યક છે. દરેક નાગરિક કચરો અલગ-અલગ આપવાની આદત અપનાવે તો કચરા વ્યવસ્થાપન વધુ સુગમ અને અસરકારક બની શકે છે. મહાનગરપાલિકાનું આ પ્રયાસ શહેરને સ્વચ્છતા તરફ વધુ એક સકારાત્મક પગલું સાબિત થઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT