પારડીના બરઈ ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓના રક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વલસાડ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બરઇ ગામે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-2005’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો અને સરકારી યોજનાઓથી માહિતગાર કરવામ
સ્ત્રીઓના રક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


વલસાડ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બરઇ ગામે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-2005’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો અને સરકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

બરઇ ગામના સરપંચ અશોકભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં શ્વેતાબેન આર. દેસાઈ (મહિલા અને બાળ અધિકારી, વલસાડ)એ મહિલા સશક્તિકરણ માટે ચાલતી વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. કમલેશ ગીરાસે (દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી, વલસાડ) એ ઘરેલું હિંસા અધિનિયમ-2005 વિશે કાયદાકીય સમજ પૂરી પાડી હતી. એડવોકેટ રીનાબેને POCSO એક્ટ - 2012 અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ - 2006 તેમજ મહિલાઓને કાયદાકીય ગુંચવણો અને તેના નિરાકરણ માટેના માર્ગો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્યોગપતિ ચંપકભાઈ પટેલે સામાજિક જવાબદારી અને કાર્યક્રમની પ્રસ્તુતતા વિશે પ્રવચન આપ્યું હતું. શિબિરમાં મહિલાઓને ઉપયોગી વિવિધ સેવાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમ કે, મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત વ્હાલી દીકરી યોજના તેમજ અન્ય તમામ યોજનાની કામગીરી અને સહાય. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પીડિત મહિલાઓ માટે એક જ સ્થળેથી મળતી તબીબી, કાયદાકીય અને આશ્રયની સુવિધા, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા પોલીસ સહાય મેળવવાની પ્રક્રિયા અને કાઉન્સેલિંગ અંગે સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગામના ડેપ્યુટી સરપંચ બાબુભાઈ પટેલ, અગ્રણી હર્ષંદભાઈ, વિવિધ વિભાગના સ્ટાફ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તમામ લાભાર્થીઓને યોજનાકીય પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande