
ભાવનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ દ્વારા વર્ષ-2024-25 ની તુલના એ ચાલુ વર્ષ-2025-26 મા જાન્યુઆરી સુધીમા રૂા.11.73 કરોડ ની વધુ આવક મેળવી સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગત જાન્યુઆરી 2025 ની આવકની સરખામણી એ જાન્યુઆરી ૨૦૨૬ મા ભાવનગર વિભાગ દ્વારા હાથ ધરાયેલ સંચાલન થકી રૂા. 1,92,27000 (એક કરોડ બાણું લાખ સતાવિસ હજાર) 15 % દરે વધુ આવક પ્રાપ્ત કરેલ છે.ઓનલાઈન રીઝર્વેશનના માધ્યમ થી ગત જાન્યુઆરી 2025 ની આવકની સરખામણી એ જાન્યુઆરી ૨૦૨૬ મા ભાવનગર વિભાગને રૂા. 49,13,000 (ઓગણ પચાસ લાખ તેર હજાર) ની વધુ આવક પ્રાપ્ત થવા પામેલ છે
જાન્યુઆરી 2026 મા વિભાગ તેમજ વિભાગ ના 4 (ચાર) ડેપો દ્વારા સંચાલન ખર્ચ કવર કરી વધુ આવક પ્રાપ્ત કરેલ છે જેમાં ભાવનગર કેન્દ્ર- રૂા. 95,16,000 (પંચાણુ લાખ સોળ હજાર) વધું આવક પ્રાપ્ત કરેલ છે, બોટાદ કેન્દ્ર- રૂા. 4,29,000 (ચારલાખ ઓગણીસ હજાર) વધુ આવક પ્રાપ્ત કરેલ છે, ગઢડાં કેન્દ્ર - રૂા. 1,62,000 (એક લાખ બાસઠ હજાર) વધુ આવક પ્રાપ્ત કરેલ છે, મહુવા કેન્દ્ર- રૂા. 34,79,000 (ચોત્રીસ લાખ ઓગણએસી હજાર) વધુ આવક પ્રાપ્ત કરેલ છે. તેમજ ભાવનગર વિભાગ દ્વારા જાન્યુઆરી 2026 મા કરેલ સંચાલન ખર્ચ ઉપરાંત રૂા. 1,22,75,0000 (એક કરોડ બાવીસ લાખ પંચોતેર રજાર) ની વધુ આવક પ્રાપ્ત કરેલ છે. જયારે વિભાગના ભાવનગર અને મહુવા કેન્દ્ર દ્વારા તો વર્ષ પર્યંત સંચાલન ખર્ચ કવર કરી અનુક્રમે રૂા. 4,08,00,000 (ચાર કરોડ આઠ લાખ), અને રૂા. 1,08,00,000 (એક કરોડ આઠ લાખ) ની વધુ આવક પ્રાપ્ત કરેલ છે.નિગમની મધ્યસ્થ કચેરી, અમદાવાદના વિશ્લેષણ મુજબ ભાવનગર વિભાગ દ્વારા વર્ષ-2024-25 ની તુલના એ ચાલુ વર્ષ-2025-26 મા જાન્યુઆરી સુધીમા રૂા. 11.73 (અગીયાર કરોડ તોતેર લાખ) ની વધુ આવક મેળવી સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે
.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT