જામનગરમાં ચેટીચાંદની જાજરમાન ઉજવણી કરાશે : ભગવાન ઝુલેલાલ જન્મોત્સવ નિમિત્તે સામૂહિક જનોઈ, વિશાળ બાઇક રેલી સહિત શોભાયાત્રા નગરભ્રમણ કરશે
જામનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ચેટીચાંદ પર્વ પ્રસંગે સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનના જન્મોત્સવ અનુસંધાને સખ્ખર જિલ્લા સિંધી પંચાયત દ્વારા ખંભાળિયા ગેટ નજીક આવેલ વાડીમાં અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાબેતા
ઝૂલેલાલ જયંતિ


જામનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ચેટીચાંદ પર્વ પ્રસંગે સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનના જન્મોત્સવ અનુસંધાને સખ્ખર જિલ્લા સિંધી પંચાયત દ્વારા ખંભાળિયા ગેટ નજીક આવેલ વાડીમાં અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાબેતા મુજબના નિત્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

20 માર્ચને શુક્રવારના સવારે 5 વાગ્યે મંગળા આરતી યોજાશે ત્યારબાદ સવારે 7 વાગ્યે દ્વિતીય આરતી થશે અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તેમજ સવારે 8 વાગ્યે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં બાઈકસવાર જોડાશે અને ડીજેના તાલ સાથે રેલી નીકળશે.આ બાઈક રેલી સાધના ઝુલેલાલ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો જેમ કે નાનકપુરી, પવનચક્કી, આર્યસમાજ રોડ, ખંભાળિયા દરવાજા, હવાઈચોક, સેન્ટ્રલ બેંક, બર્ધનચોક, દરબારગઢ, રતનબાઈની મસ્જિદ, સજુબા સ્કૂલ, રણજીત રોડ, બેડી નાકા થઈ જૂના રેલ્વે સ્ટેશન સ્થિત ઝુલેલાલ મંદિરે પૂર્ણ થશે.આ ઉપરાંત ઝુલેલાલ મંદિરના પટાંગણમાં સામૂહિક જનોઈ (સમૂહ યોગ્યોપવિત) વિધિ વાજતે-ગાજતે યોજાશે. બ્રાહ્મણ ગોરના મંત્રોચ્ચાર વચ્ચે બટુકોને જનોઈ ધારણ કરાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ભહેરાણા સાહેબ તથા મ્યુઝિકલ પાર્ટીનું આયોજન રહેશે. અંતે એ જ સ્થળે ભંડારા પ્રસાદ (જમણવાર) યોજાશે.સાંજે 4 વાગ્યે નાનકપુરીથી શ્રી ઝુલેલાલ ભગવાનની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે અને શહેરના મુખ્ય માર્ગો પર વાજતે-ગાજતે નગરભ્રમણ કરતી આ શોભાયાત્રા નાનકપુરી, પવનચક્કી, આર્યસમાજ રોડ, ખંભાળિયા દરવાજા, હવાઈચોક, સેન્ટ્રલ બેંક, સેતાવાળ, બર્ધનચોક, દરબારગઢ, રતનબાઈની મસ્જિદ, સજુબા સ્કૂલ, રણજીત રોડ, બેડી નાકા અને અનુપમ ટોકીઝ થઈ રાત્રે 12 વાગ્યે જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઝુલેલાલ મંદિરે પૂર્ણ થશે.શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા અને આકર્ષક ઝાંખીઓ વિશેષ આકર્ષણરૂપ રહેશે તેમજ સાંજે 7 વાગ્યે જૂના રેલ્વે સ્ટેશન ઝુલેલાલ મંદિરે પરોઢિયા આરતી યોજાશે. ત્યારબાદ મ્યુઝિકલ પાર્ટી, સમાજ આગેવાનો તથા શહેરના નામાંકિત મહાનુભાવોની હાજરીમાં ભહેરાણા સાહેબ યોજાશે.સાથે કેક કટિંગ કાર્યક્રમ અને મંદિર પટાંગણમાં રાત્રિ પ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની વિગતવાર માહિતી સિંધી સમાજના આગેવાનો તથા ઝુલેલાલ મંડળ, જૂના રેલ્વે સ્ટેશનના પ્રમુખએ સિંધી સમાજની બેઠકમાં જાહેર કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande