

પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના ભોદ ગામ નજીકથી બે વહનો મા અબોલ પશુઓને ક્રુરતા પૂર્વકબાંધીને લઈ જવામા આવે છે .તેવી હકિકત જીવદયા પ્રેમીઓને મળી હતી જેના આધારે ભોદ ગામ પાસે બન્ને વાહનોને રોકાવી અને પોલીસને જાણ કરવામા આવતા રાણાવાવ પોલીસ તુરત દોડી ગઈ હતી અને જીવદયા પ્રેમી જયેશ ભીમશીભાઈ મારૂની ફરીયાદના આધરે પોલીસે ફરીયાદ નોધાવી હતી જેમા ભાણવડના ઢેબર ગામે રહેતા આલા માલદે બાંભવા અને કેશુ રૈયા બાંભવા નામના બે શખ્સો બોલેરો પીઅપ વાહન નં-GJ-03-BV-5519 ત્રણ પશુ અને એક ભેંસ ઢેબર ગામે રહેતા કારા ભલુ અને ડાયા રબારી પાસેથી ખરીદી કરી અને ઉપલેટા ખાતે રહેતા હાજીને આપવા જતા આ પશુઓને ટુંકા દરોડા વડે બાંધી અને ક્રુરતા પૂર્વક લઇ જવામા આવતા હતા આ ઉપરાંત અન્ય બોલેરો પીકઅપ નં- GJ-14-X-8475મા રાજશી વિરમ વાઘેલા અને અમરશી હમીર વાઘેલા નામનમા બે શખ્સો બે બળદને ક્રુરતા પૂર્વક બાંધીને લઈ જતા અને તેમને પણ ઝડપી લેવામા આવ્યા હતા આ શખ્સો મુંગા અબોલ પશુઓને કતલખાતે લઇ જતા હતા કે કેમ તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જીવદયા પ્રેમીઓની સર્તકતાના કારણે અબોલ પશુઓના જીવ બચી ગયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya